Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઓસ્કર વિજેતા ભાનુ અથૈયાનું નિધન : ફિલ્મ 'ગાંધી' માટે મળ્યો હતો એવોર્ડ

ભાનુ અથૈયાએ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે 1000થી વધારે ફિલ્મમાં કામગીરી કરી હતી

મુંબઇઃ પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર અને ભારત માટે પ્રથમ ઓસ્કર એવોર્ડ જીતનાર ભાનુ અથૈયાનું અવસાન થયુ છે. તેઓ 91 વર્ષના હતા. તેમણે વર્ષ વર્ષ 1983માં આવેલી ફિલ્મ 'ગાંધી'ની માટે ઓસ્કરનો બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ ડિરેક્ટર રિચર્ડ એટનબરોએ બનાવી હતી અને તેમાં ભાનુ અથૈયાએ કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. ભાનુ અથૈયાનું પુરું નામ ભાનુમતિ અન્નાસાહેબ રાજોપાધ્યાય હતુ. તેમનો જન્સ 28 એપ્રિલ, 1929માં કોલ્હાપુરમાં થયો હતો. તેમને લગભગ 1000થી વધુ ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનરનું કામ કર્યુ છે.

વર્ષ 2012માં ભાનુ અથૈયાએ ઓસ્કર એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તેમના પરિવારજનો અને ભારત સરકાર તેમના આ અમૂલ્ય એવોર્ડની સલામતી કરવામાં સક્ષમ નથી, આથી તેઓ પોતાનો ઓસ્કર એવોર્ડના સંગ્રહાલયમાં સૌથી વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત રહેશે.

ઓસ્કર વિજેતા ભાનુ અથૈયાએ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે 1000થી વધારે ફિલ્મમાં કામગીરી કરી છે. તેમણે છેલ્લે અમિર ખાનની ફિલ્મ લગાન અને શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશની માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા

(6:49 pm IST)