Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આર્મી ચીફ જનરલ નરવણેના પ્રવાસ પહેલા નેપાળના રક્ષામંત્રીને હટાવાયા: મંત્રીમંડળમાં થયો મોટો ફેરફાર

રક્ષામંત્રી ઈશ્વર પોખરેલે નેપાળી સેનાના પ્રમુખને જબરજસ્તી કાલાપાની મોકલ્યાં હતાં.

કાઠમંડુ : નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ પોતાના કેબિનેટમાં સહયોગી અને સરકારમાં ઉપપ્રધાનમંત્રી રહેલા ઈશ્વર પોખરેલને રક્ષામંત્રી પદથી હટાવી દીધા છે. ભારતના આર્મી ચીફ જનરલ નરવણેના નેપાળ પ્રવાસની જાહેરાત બાદ જ પ્રધાનમંત્રી ઓલીએ ઉપપ્રધાનમંત્રી પોખરેલને રક્ષા મંત્રાલય પાસેથી જવાબદારી પાછી લેતા પોતાની પાસે રાખી લીધી છે. પોખરેલ તાજેતરમાં પીએમઓમાં કેબિનેટમંત્રીના રૂપમાં રહેશે.

નેપાળી સેનાની સાથે સતત વિવાદમાં રહ્યા બાદ રક્ષામંત્રી તેની આ જવાબદારીથી હટાવવાની ચર્ચા છે. ભારતના સીમા વિવાદની વચ્ચે રક્ષામંત્રી રહેલા ઈશ્વર પોખરેલે નેપાળી સેનાના પ્રમુખને જબરજસ્તી કાલાપાની મોકલ્યાં હતાં. જ્યારે નેપાળી સેનાનું સ્પષ્ટ માનવું હતું કે ભારતની સાથે કુટનીતિક કે રાજનીતિક વિવાદમાં સેનાને વચ્ચે લેવામાં ન આવે. આ સિવાય રક્ષામંત્રી રહેતા પોખરેલે નેપાળી સેના ઉપર ભારતીય આર્મી અધ્યક્ષ જનરલ નરવણેના નેપાળ સંબંધી નિવેદનનો વિરોધ કરવા અને પ્રતિક્રિયા દેવા માટે દબાણ આપ્યું હતું. જેનાથી નેપાળી સેનાએ ફગાવી દીધા છે.

નેપાળી સેના ના ચાહતા પણ રક્ષામંત્રી ચીનને કોરોના કાળમાં વિવાદીત અને કામ નહીં આવનારા ટેસ્ટ અને અન્ય જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટની આપૂર્તિ કરવાનો આદેશ કર્યો છે. ચીનથી લાવવામાં આવેલી મોટાભાગની સામગ્રી કોઈ કામની નહી હોવાના કારણે સેનાની ઈમાનદારી ઉપર પ્રશ્નાર્થ લગાવવામાં આવી રહ્યાં હતાં. અને આ ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવાના સમાચારો રક્ષા મંત્રાલય તરફથી મીડિયામાં ફેલાવવામાં આવ્યાં હતાં. આ સિવાય રક્ષામંત્રી તરફથી નેપાળી સેનાને લઈને ઘણી વખત વિવાદીત નિવેદનો દેવાના કારણે સેના પ્રમુખ અને વિભાગીય મંત્રીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મુલાકાત અને વાતચીત પણ બંધ થઈ ગઈ હતી. રક્ષા મંત્રીની ફરિયાદને લઈને નેપાળી સેનાના પ્રમુખ જનરલ પૂર્ણ ચન્દ થાપાએ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બંનેની મુલાકાત કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

(6:36 pm IST)