Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ટી.આર.પી.કૌભાંડ : મુંબઈ પોલીસે પાઠવેલા સમન્સ વિરુદ્ધ રિપબ્લિક ટીવીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન નામંજૂર : મુંબઈ હાઇકોર્ટમાં અરજી દાખલ કરો

ન્યુદિલ્હી : ટી.આર.પી.કૌભાંડ મામલે મુંબઈ પોલીસે પાઠવેલા સમન્સ વિરુદ્ધ રિપબ્લિક ટીવીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન નામદાર કોર્ટના ન્યાયધીશ શ્રી ડી.વાય.ચંદ્રચુડ ,શ્રી ઇન્દુ મલહોત્રા ,તથા સુશ્રી ઇન્દિરા બેનર્જીની ખંડપીઠે ફગાવી દીધી હતી.તથા રિપબ્લિક ટીવીના એડ્વોકેટ હરીશ સાલવેને જણાવ્યું હતું કે તમારા અસીલની ઓફિસ વરલીમા છે . તમે આર્ટિકલ 226 હેઠળ મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરો .જેના અનુસંધાને એડવોકેટ હરીશ સાલવે અરજી પછી ખેંચવા સંમત થયા હતા.હવે રિપબ્લિક ટીવી મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરી શકે.

ખંડપીઠે જણાવ્યું હતું કે અમે માત્ર મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરવાનું કહ્યું છે.સાથોસાથ તે બાબત ઉપર પણ ધ્યાન દોર્યું હતું કે વર્તમાન સંજોગોમાં પોલીસ કમિશનર પ્રેસ મીડિયાને કઈ રીતે ઇન્ટરવ્યૂ આપતા હશે.તેથી હવે ટી.આર.પી.કૌભાંડ મામલે રિપબ્લિક ટીવીના સીએફઓને મુંબઈ પોલીસે પાઠવેલા સમન્સ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી  પિટિશન પાછી  ખેંચવામાં આવી છે.રિપબ્લિક ટીવીના સીએફઓએ મુંબઈ પોલીસે પાઠવેલા સમન્સ માટે તેમના સ્ટાફ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હોવાથી હાલની તકે સમન્સનો અમલ મોકૂફ રાખવા વિનંતી કરી હતી.સાથોસાથ જાહેર જનતા જોગ નિવેદનમાં જણાવ્યું હતું કે એફઆરઆઇ માં રિપબ્લિક રીવીનું નામ દર્શાવાયું નથી.ઇન્ડિયા ટુડે નું નામ દર્શાવાયું છે તેમછતાં રિપબ્લિક ટીવીને વચ્ચે શા માટે લેવામાં આવે તે સવાલ છે.

જેના અનુસંધાને પોલીસે કરેલી એફિડેવિટમાં  જણાવાયું હતું કે રિપબ્લિક ટીવી ટી.આર.પી.કૌભાંડને ચગાવે છે.જે બાબત ધ્યાને લઇ સમન્સ પાઠવાયું છે.તેમણે  ઉમેર્યું હતું કે એફઆરઆઇ માં નામ ન હોય તેવી ચેનલોને  પણ સમન્સ પાઠવાયા છે.જેઓએ તપાસમાં સહકાર આપ્યો છે.તેથી આવી તાપસ આડે અવરોધ ઉભો કરી શકાય નહીં .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:22 pm IST)