Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

રાજ્‍ય સરકારે કુંભમેળામાં 4 હજાર 200 કરોડ રૂપિયાનો કેમ ખર્ચ કર્યો ? કોંગ્રેસના નેતા ઉદિત રાજે ઉત્તર પ્રદેશ સરકાર સામે નિશાન ટાંક્‍યુ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા ઉદિત રાજે કુંભમેળાના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે. ઉદિત રાજે પૂછ્યું કે સરકારી ખર્ચે કુંભમેળાનું આયોજન  કેમ કરવામાં આવ્યું. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્ય સરકારે કુંભમેળા પર 4 હજાર 200  કરોડ રૂપિયા કેમ ખર્ચ કર્યા?

ઉદિત રાજે ધાર્મિક શિક્ષણનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે સરકારી પૈસે કોઈ પણ ધર્મના શિક્ષણનો ખર્ચ ન થવો જોઈએ, કોઈ પણ ધાર્મિક કર્મકાંડ પણ નહી. સરકારને કોઈ ધર્મ સાથે લેવાદેવા ન હોવા જોઈએ.

ઉદિત રાજે કહ્યું કે અલાહાબાદના કુંભમેળા પર યુપી સરકાર દ્વારા 4200 કરોડ રૂપિયા ખર્ચ થવા નહતા જોઈતા. અત્રે જણાવવાનું કે આ અગાઉ આસામના શિક્ષણ મંત્રી હેમંતા બિસ્વા સરમાએ ધાર્મિક શિક્ષણને લઈને જાહેરાત કરી હતી કે હવે તેમના રાજ્યમાં ચાલી રહેલી તમામ મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓને સામાન્ય શાળાઓમાં ફેરવી દેવાશે. આ ઉપરાંત મદરેસામાં ભણાવતા શિક્ષકોને પણ નવી શાળાઓમાં ટ્રાન્સફર કરાશે.

(5:32 pm IST)