Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં ઓનલાઇન નવરાત્રી યોજાશે : જાકાર્તામાં હજારો ભારતીયો લેશે ભાગ

જકાર્તા : જગતના સૌથી મોટા મુસ્લીમ દેશ હોવાની ઓળખ ધરાવતા ઈન્ડોનેશિયામાં પણ છેલ્લા ત્રીસેક વર્ષથી નવરાત્રી ઉજવાય છે. જોકે આ વખતે કોરોનાને કારણે ત્યાં પણ ઓનલાઈન નવરાત્રી યોજાશે. ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તમાં આવેલી નવરાત્રી સમિતિ આ કાર્યક્રમનું આયોજન કરે છે.  ઈન્ડોનેશિયા સાથે ભારતનો નાતો સદીઓ જૂનો છે. ત્યાં લગભગ ૨૦ હજાર જેટલા ભારતીયો રહે છે. તેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો જકાર્તમાં રહે છે. એ પૈકીના લગભગ પાંચેક હજાર ભારતીયો દર વર્ષે ગરબા-નવરાત્રીમાં ભાગ લે છે. અન્ય દેશોમાં નવરાત્રીની ઉજવણી આસાન નથી. કેમ કે ઘણા દેશોમાં જાહેરમાં આવા ધાર્મિક કાર્યક્રમો યોજી શકાતા નથી, ફરજિયાત ઈન્ડોર આયોજન કરવું પડે છે. ઈન્ડોનેશિયામાં પણ મોટેે ભાગે ઈન્ડોર નવરાત્રી જ યોજાય છે.

(4:09 pm IST)