Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોરોનાના અનિશ્ચિત ખરાબ સમયમાં ફોકસ્ડ ઇકવીટી ફંડ સારૂ વળતર આપશેઃ રાજેષ મહેતા

રોકાણકારોની ૫૦,૦૦૦ કરોડની અસ્કયામતોઃ ૨૨ સભ્યોની મજબુત કલબ

મુંબઇ, તા.૧૫: મ્યુચ્યુઅલ ફંડમાં સરેરાશ વૈવિધ્યકૃત્ત ફંડ અનેક સંભવિત વિજેતાઓ ધરાવે છે પરંતુ પોર્ટફોલિયોનો અવકાશ પ્રત્યેક શેર માટે ૨-૩ ટકા જેટલો હોય છે. શ્રેષ્ઠ બેટ્સમેનને રન બનાવવા માટે થોડા બોલ્સ આપવા અથવા છેલ્લી ઓવરમાં છેલ્લે અસર ઉપજાવવા માટે શ્રેષ્ઠ બોલરને બોલીંગ આપવા જેવી આ બાબત છે. પરિણામે રોકાણકારો વધુ વૈવિધ્યકરણને કારણે ઓછુ રોકાણ મેળવે છે.

સમય આધારિત ચકાસેલ રોકાણ અભ્યાસો અને સંશોધને આ વાતને સમર્થન આપ્યુ છે કે પોર્ટફોલિયોમાં સરેરાશ કે સરેરાશની નીચે જામીનગીરીઓ ધરાવવા કરતા થોડા વિજેતાઓ વધુ સારા છે. અહીં જ ફોકસ્ડ ઇકિવટી ફંડ્ઝ દાખલ થાય છે. આ ફંડ્ઝ જોખમ વિનાના પોર્ટફોલિયોમાં સૌથી ઊંચી કબૂલાત ધરાવતા આઇડીયાને જીવનમાં ઉતારે છે. આ દ્રષ્ટિકોણ વૈવિધ્યકરણ પર કાપ મુકતો નથી, તેમ છતાં સાચા અર્થમાં વૈવિધ્યકૃત્ત કહી શકાય તેવી બાંયધરીયુકત શેરો પોર્ટફોલિયો ફાળવણીમાં આપે છે. માર્કેટ ઓછા સહસંબંધનો વિસ્તરિત લાભ સાથે ફોકસ્ડ ઇકિવટી ફંડ્ઝમાં ખરાબ વાતાવરણમાં પણ ઊભા રહેવાની ક્ષમતા છે. ૧૭ જાન્યુઆરીથી ૨૩ માર્ચ ૨૦૨૦ની મધ્યમાં જયારે ભારતીય માર્કેટમાં આશરે ૪૦ ટકાનો ઘટાડો આવ્યો હતો, ત્યારે પ્રત્યેક ચાર ફોકસ્ડ કિવટી ફંડ્ઝમાંથી ત્રણે સેન્સેકસની તુલનામાં સંપત્તિને વધુ સારી રીતે રક્ષણ આપ્યુ હતુ. તેમ ફંડ નિષ્ણાત રાજેષ મહેતા જણાવે છે.

ફોકસ્ડ ઇકિવટી સ્કીમ્સ એમએફ ક્ષેત્રે ૨૨ સભ્યોની મજબૂત કલબ છે જેમાં રોકાણકારોની રૂ. ૫૦,૦૦૦ કરોડની અસ્કયામતો છે, જે વાર્ષિક ૨૦ ટકાના દરે વધ્યા હતા જયારે રોકાણકારોના ફોલિયોમાં ૨૪ ટકાનો વધારો થયો હતો જેના કારણે ફોલિયો કાઉન્ટને જુલાઇ ૨૦૨૦ના રોજ ૩.૭ મિલીયન જેટલો વેગ આપ્યો હતો.

કોરોનાવાયરસ મહામારી સંબંધિત પ્રગતિઓને કારણે મોટી માત્રામાં અનિશ્યિતતા છે તેવા ખરાબ સમયમાં ફોકસ્ડ ઇકિવટી ફંડ્ઝ જે આગામી વર્ષોમાં વધુ પડતુ વળતર બનાવવાની શકયતા ધરાવે છે તે તેમના પોર્ટફોલિયોમાં આગામી સમયમાં ચાર અગત્યની થીમ્સને ધરાવી શકે છે.

માઇક્રો શિફ્ટ, રુરલ ટિલ્ટ, ડિસરપ્શન અને ડીસએલોકેશન અને ચેઝીંગ વેલ્યુ

અહીં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ ફોકસ્ડ કિવટી ફંડ એક સારુ ઉદાહરણ રહેશે. આ ફંડ માર્કેટમાં ટોચની રેન્કવાળી ફોકસ્ડ ઇકિવટી સ્કીમમાં સતત હાજરી ધરાવે છે. તેનું કારણ મુખ્યત્વે તેનો પર્ફોમન્સ ટ્રેક રેકોર્ડ છે.

(3:46 pm IST)