Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગંગનમ સ્ટાઇલમાં ડાન્સ કરતાં-કરતાં રસોઈ બનાવતી કન્યાને જોશો તો દંગ રહી જશો

મુંબઇ, તા.૧૫: રસોઈ કરતાં-કરતાં કોઈ ગાતું હોય એ તો સ્વાભાવિક છે, પણ સારા નામની એક કન્યા ડાન્સ કરે છે. ડાન્સ પણ કંઈ નાના-મોટા ઠુમકા જેવો નહીં, પણ ફુલ-ઓન કરે છે. ચાઇનીઝ નૂડલ્સ બનાવતી વખતે કડાઈને એક કપડાથી પકડી છે અને બીજા હાથમાં મોટો તવેથો છે.

ગંગનમ સ્ટાઇલ ડાન્સ કરતાં-કરતાં તે તવેથાની મદદથી આખી કડાઈને ઊંચકી લે છે અને ચારેબાજુ હિલોળા લઈને જે રીતે ફેરવે છે એ જોઈને ભલભલા લોકો મોંમાં આંગળાં નાખી જાય છે. જે રીતે કડાઈને આમ-તેમ ફંગોળે છે અને છતાં એમાંથી રાઇસ-નૂડલ્સનો એક દાણો પણ નીચે પડતો નથી. આ વિડિયો એટલો ફેમસ થયો છે કે એને દસ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.

(3:17 pm IST)