Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

યુપીના સુલ્તાનપુરમાં મળ્યો બૌદ્ધકાળનો ખજાનોઃ સોનાના સિક્કા લઇ મજૂરો થયા રફુચક્કર

પોલીસે બાવન સિક્કા કર્યા કબ્જે : તપાસ ચાલુ : પુરાતત્વ વિભાગને માહિતી અપાઇ

સુલ્તાનપુર,તા. ૧પ : તમે મનોજકુમારની ફિલ્મ ઉપકારનું ગીત 'મેરે દેશ કી ધરતી' તો સાંભળ્યું જ હશે. ફિલ્મનું આ ગીત સુલ્તાનપુર જીલ્લાના ભદૈયા તાલુકાના કન્હાઇપુર ગામમા એ સમયે સાકાર થઇ ગયું. જયારે ખેતરમાં માટીના ખોદકામ દરમ્યાન જમીનમાં દટાયેલ માટીના ઘડામાં બૌદ્ધકાળના સોનાના સિક્કાઓ નીકળી પડયા.

ગ્રામજનોએ જાણ કરતા સક્રિય થયેલ પોલીસે ઘણા મજૂરોને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી પોલીસે મજૂરો પાસેથી બૌદ્ધકાળના પર સિક્કાઓ કબ્જે કર્યા. ગ્રામજનોનું કહેવું છે કે સિક્કાઓ પર એક તરફ ગોંગેયદેવ અંકિત છે જયારે બીજી તરફ લક્ષ્મીદેવીની પ્રતિમા છે. સીઓ લમ્ભુઆ લાલચંદ ચૌધરીએ જણાવ્યું કે જે સિક્કાઓ મળ્યા છે તેના પર એક તરફ પ્રાચીન ભાષામાં કંઇક લખેલું છે જે વાંચી નથી શકાતું. પુરાતત્વ વિભાગને માહિતી આપી દેવાઇ છે. ખોદકામ દરમ્યાન મળી આવેલા આ સિક્કાઓ સોનાના છે.

(3:16 pm IST)