Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

૧૨ સપ્તાહ જારી નહિ થાય ન્યુઝ ચેનલોનું રેટીંગ

TRP વિવાદ વચ્ચે BARCનો નિર્ણય

નવી દિલ્હી, તા.૧૫: ટીઆરપી રેટિંગ એજન્સી BARCએ સમાચાર ચેનલો માટે સાપ્તાહિક રેટિંગ આગામી ત્રણ મહિના માટે રોકવાનો નિર્ણય લીધો છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે તેઓ ફેક રેટિંગના સમાચારો અને દાવાઓની વચ્ચે પોતાની સિસ્ટની સમીક્ષા કરશે. BARCએ કહ્યું કે ન્યૂઝ ઝોનરની સાથે જ BARC તમામ સમાચાર ચેનલો માટે ઇન્ડિવિજયૂઅલ વીકલી રેટિંગ જાહેર કરવાનું બંધ કરી દેશે. BARCs ટેક કાઙ્ખમની દેખરેખમાં વેલિડેશન અને ટ્રાયલને લઈને તેમાં ૮-૧૨ સપ્તાહ લાગી શકે છે. BARCએ કહ્યું કે, BARC રાજય અને ભાષા હેઠળ દર્શકોના ન્યૂઝ ઝોનરનું વીકલી એસ્ટિમેટ આપતી રહેશે.

કથિત નકલી ટીઆરપી સ્કેમ ત્યારે સામે આવ્યો જયારે રેટિંગ્સ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ હંસા રિસર્ચ ગ્રુપના માધ્યમથી ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો કે કેટલીક ટીવી ચેનલ ટીઆરપીની સંખ્યામાં હેરફેર કરી રહી છે.

નોંધનીય છે કે, મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે રિપબ્લિક ટીવી અને બે મરાઠી ચેનલોએ ટીઆરપીમાં હેરફેર કરી છે. પોલીસે જણાવ્યું કે કથિત ટીઆરપી સ્કેમ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે મરાઠી ચેનલોના માલિક સામેલ છે. રિપબ્લિક ટીવીના મુખ્ય નાણાકીય અધિકારી શિવ સુબ્રમણ્યમ સુંદરમ અને સિંહ આ પહેલા પોલીસ સમક્ષ રજૂ થવાનું એવું કહેતા ઇન્કાર કરી ચૂકયા હતા કે ટીવી ચેનલે રાહત માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

શું છે આ BARC India?

BARC - બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયા નામની એક સંયુકત ઉદ્યોગ ઉપક્રમ છે જેને પ્રસારણકર્તા (IBF), વિજ્ઞાપનદાતા (ISA)  અને વિજ્ઞાપન અને મીડિયા એજન્સી (AAAI)નું પ્રતિનિધિતવ કરનારી સ્ટેકહોલ્ડર નિધિબદ્ઘ કરે છે. તે દુનિયાની સૌથી મોટી ટેલીવિઝન મેઝરમેન્ટ એકમ છે. BARC India વર્ષ ૨૦૧૦માં શઈ થઈ હતી અને તેનું હેડકવાર્ટર મુંબઈમાં જ છે.

અત્યાધુનિક ટેકનીકનો ઉપયોગ કરે છે BARC

BARCના સૌથી મોટી ખાસિયત આધુનિક ટેકનીક અને ઉદ્યોગનું મિશ્રણ છે. આ વ્યવસ્થા પૂરી રીતે સુરક્ષિત અને ભવિષ્યની ટેકનીક પર આધારિત હોવાનું કહેવાય છે. બીજી તરફ BARC India ટીવી ઓડિયન્સ મેઝરમેન્ટ સિસ્ટમના ચોકસાઇ ભરેલા અને પારદર્શી સંચાલન માટે જવાબદાર છે.

(3:17 pm IST)