Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

શહેરમાં કોરોનાનો કુલ આંક સાડા સાત હજારને પારઃ આજે બપોરે ૩૨ કેસ

આજ દિન સુધીમાં કુલ ૭૫૨૯ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૮૬.૪૮ ટકા એ પહોંચ્યો

રાજકોટ તા.૧૫: શહેરમાં સતત ત્રણ દિવસથી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે  પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩ર પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩ર નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૫૨૯  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૪૮૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૬.૪૮ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૮૬૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૪  ટકા થયો  હતો. જયારે ૯૪  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૨,૮૬,૬૪૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૪૮૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૧  ટકા થયો છે.

નવા ૭ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇમાલની સ્થિતિએ શ્રીનાથ સોસાયટી - મવડી પ્લોટ, ગોપાલનગર - ઢેબર રોડ, ઘનશ્યામનગર - સહકર રોડ, નીલકંઠ પાર્ક - કોઠારીયા રોડ, સિતારા ટાવર - પંચવટી મેઇન રોડ, સિદ્ધિ વિનાયક પાર્ક - કુવાડવા રોડ, મુરલીધર સોસાયટી - ૧પ૦ ફુટ રીંગ રોડ સહિતના નવા ૭ વિસ્તારો  માં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જાયરે હાલમાં ૫૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૪૦ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૩૫ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૦,રપર ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૩પ  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે રેલનગર, સુભાષનગર, રાધામીરા, તિરૂપતિ પાર્ક, અક્ષરપાર્ક, રામનગર, ઉદ્યનગર, ન્યુ કેદારનાથ   સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧ર,ર૩૭  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:14 pm IST)