Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો

પુત્રવધૂને સાસુ - સસરાના ઘરમાં રહેવાનો અધિકાર

કોર્ટે પુત્રવધૂની તરફેણમાં સંભળાવ્યો ચુકાદો : ૩ ન્યાયધીશોની ખંડપીઠે તરૂણ બત્રાના મામલામાં બે ન્યાયધીશોની ખંડપીઠના ફેંસલાને પલ્ટાવ્યો

નવી દિલ્હી તા. ૧૫ : સુપ્રીમ કોર્ટે વહુઓના પક્ષમાં આજે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ વહુને તેમના પતિના માતા - પિતાના ઘરમાં રહેવાનો અધિકાર છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયધીશોની પીઠે તરૂણ બત્રા મામલે બે ન્યાયધીશોની પીઠે આ નિર્ણયને પલટી દીધો છે.

ઉલ્લેખનીય છે કે તરૂણ બત્રા મામલે બે જજોની બેંચે કહ્યું હતું કે, કાયદામાં પુત્રીઓ, તેમના પતિના માતા - પિતાના સ્વામિત્વવાળી સંપત્તિમાં રહી શકે નહિ. હવે ત્રણ સભ્યતાવાળી પીઠે તરૂણ બત્રાના નિર્ણયને પલટીને ૬-૭ સવાલોના જવાબ આપ્યા છે.

કોર્ટે કહ્યું કે, પતિની અલગ - અલગ સંપત્તિમાં નહીં, પરંતુ બંને ઘરમાં પુત્રીનો અધિકાર છે.

(3:10 pm IST)