Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બાઇડેનના ટ્રમ્પ ઉપર પ્રહારો

ટ્રમ્પ ફરી જીતશે તો દુનિયાને ભગવાન જ બચાવી શકશે

વોશિંગ્ટન,તા. ૧૫: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલેનીયા ટ્રમ્પ લગભગ સાથે જ કોરોના પોઝીટીવ આવ્યા હતા. ટ્રમ્પ તો સાજા થઇને ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે પણ તેમની સાથે મેલેનીયા નથી જોવા મળતા.

જોન્સ ટાઉન, પેન્સીલવેનીયામાં પોતાની રેલીમાં ટ્રમ્પે કહ્યું કે જો તેમના ડેમોક્રેટીક હરીફ બાઇડેન જીતશે તો દેશ પર ચીનનું રાજ થઇ જશે. તો બાઇડેને કહ્યું કે ટ્રમ્પ પ્રશાસનની જેમ તેમની નીતિઓ પણ કોરોનાને સંભાળવામાં નકામી સાબિત થઇ છે. આ દરમ્યાન પેલેસ્ટાઇનના વડા પ્રધાને  આશંકા દર્શાવી છે કે જો ટ્રમ્પ ફરીથી જીતશે.  દુનિયાને ભગવાન જ બચાવી શકશે.કાર્નેગી એન્ડોન્મેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસે ભારતીય -અમેરિકનના કરેલા સર્વેમાં ૭૨ ટકાએ બાઇડેનને મત આપવાની વાત કરી છે.

(2:41 pm IST)