Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પીએમ કેરમાં ૫૦ સરકારી વિભાગોના કર્મચારીઓના પગારમાંથી ગયા ૧૫૭ કરોડ

દાન આપનારામાં રેલવે ટોપ પર : આપ્યા ૧૪૬.૭૨ કરોડ

નવી દિલ્હી તા. ૧૫ : દેશના સૌથી મોટા નોકરીદાતા રેલવેથી માંડીને અંતરિણ વિભાગ સુધીના કેન્દ્રના ૫૦ વિભાગોએ કર્મચારીઓના પગારમાંથી વડાપ્રધાનના નાગરિક સહાયતા અને આપાતકાલીન સ્થિતિ (પીએમ કેર) ફંડમાં રાહત માટે ૧૫૭.૨૩ કરોડનું યોગદાન આપ્યું છે. ઇન્ડીયન એકસપ્રેસને આ વાતની માહિતી આરટીઆઇ દ્વારા મળી છે.

પીએમ કેર ફંડમાં દાન આપનારાઓમાં સૌથી ટોપ પર રેલવે છે, જેણે ૧૪૬.૭૨ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. એક આરટીઆઇના જવાબમાં રેલવેએ કહ્યું કે ર્મચારીઓ પાસેથી કોન્ટ્રીબ્યુશન દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. આરટીઆઇમાં મળેલી માહિતી અનુસાર બીજા નંબર પર અંતરિક્ષ વિભાગ છે જેણે ૫.૧૮ કરોડનું યોગદાન આપ્યું છે. વિભાગે કહ્યું કે કર્મચારીઓ દ્વારા કરાયેલ યોગદાન વ્યકિતગત રૂપે તેમના પગારમાંથી કરાયું છે.

જો કે, ઘણાં મુખ્ય વિભાગો જેવા કે પીએમઓ, ગૃહ મંત્રાલય હેઠળ આવતા લોકો અને ટપાલ વિભાગ જેવા મોટા નોકરી દાતાએ ઇન્ડીયન એકસપ્રેસની આરટીઆઇનો જવાબ નથી આપ્યો. પીએમ કેર્સ ફંડને મેનેજ કરનાર પીએમઓએ પહેલા પણ મળેલી રકમનું વિવરણ આપવાની ના પાડી દીધી હતી. આ પહેલા ઇન્ડીયન એકસપ્રેસ દ્વારા આરટીઆઇ રેકોર્ડઝની તપાસમાં આ ફંડની ઘણી માહિતીઓ સામે આવી હતી. તેમાં કહેવાયું હતું કે પીએમ કેર ફંડમાં કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ જ નહીં પણ ઓછામાં ઓછી સાત જાહેર ક્ષેત્રની બેંકો, સાત અન્ય મુખ્ય નાણાકીય સંસ્થાઓ, આટલી મોટી રકમ આ બધાના સ્ટાફના પગારમાંથી કાપીને ફંડમાં અપાઇ હતી. રેકોર્ડસ અનુસાર, એલઆઇસી, જીઆઇસી અને નેશનલ હાઉસીંગ બેંકે પણ લગભગ ૧૪૪.૫ કરોડ રૂપિયા જેટલી રકમ આ ફંડમાં આપી હતી.

(2:40 pm IST)