Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઇકોનોમિક કલબને સંબોધતા ટ્રમ્પનો ધડાકો

હું હારીશ તો અમેરિકા ઉપર ચીનનો કબ્જો

અમેરિકનો પાસે સરળ વિકલ્પ : કાં તો મને ચૂંટી સમૃધ્ધિ મેળવે અર્થાત કટ્ટર વામપંથી વિચાર હેઠળ ગરીબી - મંદીને પસંદ કરે

વોશિંગ્ટન તા. ૧૫ : કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના કોર્પોરેટ જગતને ખાતરી આપી હતી કે જો તે ફરીથી ચૂંટાય છે તો તેઓ આશા, અવસર અને વિકાસને આગળ ધપાવશે. તેમણે ઇકોનોમિક કલબ્સને સંબોધન કરતાં આ વાત કહી હતી.

 તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેઓ ફરીથી નહિ ચૂંટાય, તો ચીન ૨૦ દિવસથી ઓછા સમયમાં અમેરિકા ઉપર કબજો કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ વર્ષના અંત પહેલા, યુ.એસ. પાસે કોવિડ -૧૯ ની સલામત અને અસરકારક રસી હશે.

 ૧ ઓકટોબરના રોજ કોરોના વાયરસથી ચેપ લાગ્યાં પછી, અને તેમને ચાર દિવસ અને ત્રણ રાત લશ્કરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને અનેક પ્રાયોગિક દવાઓના મિશ્રણ બાદ, ટ્રમ્પે પોતાને સ્વસ્થ જાહેર કર્યા હતા.

 એક સમાચાર એજન્સી મુજબ વ્હાઇટ હાઉસના ડોકટરોએ હવે તેમને ચૂંટણી રેલીઓમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી ન્યૂ યોર્ક, શિકાગો, ફલોરિડા, પિટ્સબર્ગ, શોબોયગન, વોશિંગ્ટન ડીસીના ઇકોનોમિક કલબને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમેરિકા સમક્ષ એક સરળ વિકલ્પ છે, આ વિકલ્પ મારી અમેરિકન તરફી નીતિઓ હેઠળ ઐતિહાસિક સમૃદ્ઘિ છે, અથવા કટ્ટરવાદી ડાબેરી દૃષ્ટિકોણ અંતર્ગત ભારે ગરીબી અને મંદી છે, જેનાથી તમે હતાશામાં જશો.

(3:45 pm IST)