Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

દેશના ૬૩ ટકા ગ્રામીણ પૌષ્ટિક ભોજનથી વંચિત

એક સર્વેમાં થયો ખુલાસો : દૂધ અને શાકભાજી ખરીદવા પણ મુશ્કેલ

નવી દિલ્હી તા. ૧૫ : દેશની ૬૩.૩ ટકા ગ્રામીણ વસ્તીની પહોંચથી પૌષ્ટિક આહાર દુર છે. ફૂડ પોલીસી નામક પત્રિકામાં પ્રકાશિત એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે.

 

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભલે ભારતે ૨૦૦૦માં ગરીબીને ઓછું કરવામાં સફળતા મેળવી છે પરંતુ ગ્રામીણ વસ્તી હજુ પણ પૌષ્ટિક આહાર લેવા સક્ષમ નથી. સર્વેમાં ગરીબીને દુર કરવા માટે ઉઠાવેલા પગલા દરમિયાન જે તથ્ય સામે આવ્યા હતા. તેની સરખામણીએ દેશમાં પૌષ્ટીક ગરીબી ખૂબ જ વધુ છે. ૨૦૧૧માં ભારતમાં ૨૨.૫ ટકા લોકો ગરીબ હતા. જેમાં ગ્રામીણ ભારતની ભાગીદારી ૨૪.૮ ટકા હતી. વર્ષ ૨૦૧૧-૧૨માં સંયુકત રાષ્ટ્ર તેમજ કૃષિ સંગઠનને જાણવા મળ્યું છે કે, ત્યાં ૧૬.૩ ટકા લોકો ભોજનની અછતનો સામનો કરી રહ્યા છે. આ સંગઠનના માનકોમાં અનિવાર્ય રૂપથી એ જોવામાં આવે છે કે કોઇ વ્યકિતમાં કેલેરી પર્યાપ્ત માત્રામાં છે કે નહીં તેથી અન્ય પોષણ સંબંધી જરૂરીયાતમાં સામેલ કરવામાં આવ્યા નથી. શોધકર્તા કલ્યાણી કહે છે કે સસ્તી વસ્તુઓની કિંમતોનું સર્વે કરીને અંદાજીત આહારની કિંમત લગાવી છે તેમાં ગ્રામીણ ભારતમાં દરેક મહિલાને એક દિવસના પોષણયુકત આહાર માટે ૪૫.૧ અને પુરૂષને ૫૧ રૂપિયાની જરૂરીયાત છે.

શોધકર્તાઓને જાણવા મળ્યું છે કે ગ્રામીણો માટે ભોજનની અછત સૌથી વધુ મોન્સુનના સમયે વધી જાય છે. જુલાઇ મહીનામાં શાકભાજી સૌથી મોંઘી હોય છે. એવામાં તેઓ ઇચ્છે છે તો પણ પૌષ્ટિક ભોજન કરી શકતા નથી.

(12:49 pm IST)