Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બાળકો માટે કોરોનાની રસી બનાવવા પર કાર્ય શરૂ

અમેરિકી કંપની ફાઇઝરને સરકારે બાળકો પર રસીના પરીક્ષણની આપી મંજુરી

નવી દિલ્હી તા. ૧૫ : બાળકો માટે કોરોનાની રસી બનાવા પર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ઼ છે. અમેરિકી કંપની ફાઇઝરને સરકારે બાળકો પર રસી પરીક્ષણ કરવાની મંજુરી આપી દીધી છે. કંપની આવતા સપ્તાહે ટ્રાયલ શરૂ કરશે. સૌથી પહેલા ૧૬ તેમજ ૧૭ વર્ષના બાળકો પર પ્રયોગાત્મક રસીની અસર જોવા મળશે. ત્યારબાદ ૧૨ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો પર આ પ્રયોગ કરવામાં આવશે.

સિનસિનાટી બાલ હોસ્પિટલમાં રસી અનુસંશાધન કેન્દ્રના નિર્દેશક ડો. રોબેટ ફ્રેકે જણાવ્યું કે ૯૦ અભિભાવકોએ તેમના બાળકોને આ ટ્રાયલમાં સામેલ કરવાની ઇચ્છા વ્યકત કરી છે. એમ શરૂઆતમાં ડઝનભર બાળકો પર રસીની અસર જોવામાં આવશે. ત્યારબાદ મોટા સમૂહ પર પરિક્ષણ કરવામાં આવશે. આપણે યાદ રાખવું પડશે કે બાળકો તેમજ તરૂણોમાં વાયરસથી મોતનો ખતરો ઓછો પરંતુ તે શૂન્ય નથી. એકલા અમેરિકામાં ૫૦ હજાર લોકો સંક્રમિત થઇ ચૂકયા છે.

બાળકોને ટ્રાયલ રસી આપવી જીવલેણ સાબિત હોય શકે છે. એ જ કારણ છે કે કંપનીઓ પહેલા વયસ્કો પર અસરની તપાસ કરે છે ત્યારબાદ યુવાઓ અને નાના બાળકોને આપવામાં આવે છે.

ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત શોધમાં જણાવામાં આવ્યું કે, જ્યાં સુધી વયસ્કોની સાથે બાળકોને સમય પર રસી નથી મળતી. આ મહામારીથી સંપૂર્ણ રીતે સુરક્ષા મળી શકશે નહી. સમયસર રસી નહી આવી તો નવી પેઢી પર ખતરો મંડરાશે.

(12:49 pm IST)