Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સર્વેનું તારણ

ભારતના ગ્રામીણો હાથ ધોવા લાગ્યા પણ અમેરિકન યુવાઓને હાથ ધોવાનું નથી ગમતું

નવી દિલ્હી તા. ૧પ : સંક્રમણથી બચવા માટે વારંવાર હાથ ધોવા અત્યંત જરૂરી છે. પણ અમેરીકામાં યુવાઓને હાથ ધોવા નથી ગમતા તો ભારતના ગામડાઓમાં ૭૭ ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ સાબુથી હાથ ધોવા લાગ્યા છે અમેરિકન સંસ્થા સીડીસી અને આંતરરાષ્ટ્રીય સંસ્થા વોટર એડ ઇન્ડીયાના સર્વેમાં આ માહિતી સામે આવી છે.

વોટર એડ ઇન્ડીયા અનુસાર, સર્વેમાં સામેલ ૮૦ ટકા લોકોએ સ્વીકાર્યું કે કોરોનાના ડરથી તેઓ ઓછામાં ઓછી ર૦ સેકન્ડ સુધી હાથ ધોવા લાગ્યા છે. તેમાંથી ૭૭ ટકાએ કહ્યું કે તેઓ હાથ ધોવા માટે સાબુનો ઉપયોગ કરે છે. રર ટકા લોકો ૩૦ થી ૬૦ સેકન્ડ જયારે ૧પ ટકા લોકો એક મીનીટથી વધારે સમય સુધી હાથ ધોવા લાગ્યા છે ટોયલેટ ગયા પછી હાથ ધોનારાઓની કોરોનાદોઢ ગણી વધી છે એમા પણ મહિલાઓ આગળ રહી છે ૯૧ ટકા મહિલાઓ અને ૮૮ ટકા પુરૂષો આ નિયમ પાળે છે.

તો સીડીસીના રિપોર્ટ અનુસાર, અમેરીકામાં ગયા વર્ષની સરખામણીમા ર.૩ ગણા લોકો હવે ખાસવા છીકયા અથવા નાકને અડયા પછી હાથ ધોવા લાગ્યા છે. પણ યુવા વર્ગ આ બાબતે લાપરવા છે ૧૮ થી ર૪ વર્ષના વયજુથના ચારમાંથી એક યુવા હજુ પણ ખાસવા, છીંકવા કે ટોયલેટ ગયાપછી હાથ નથી ધોતા જો કે સર્વેમાં ૭૧.ર ટકા લોકોએ કહ્યું કે જેઓ તરત હાથ ધોઇ નાખેછે. રેસ્ટોરામા જમતા પહેલા હાથ ધોનારાની સંખ્યામાં ર૭ ટકાનો વધારો થયો છે.

(12:48 pm IST)