Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

રિપોર્ટમાં અપાઇ ચેતવણી

કોરોના મહામારી પછી કાર્યસ્થળ સામાન્ય સ્થિતિમાં નહી રહે

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના વાયરસે કામ કરવાના પારંપરિક સમય સવારે નવથી સાંજે પાંચ વાગ્યાને ખતમ કરી દીધો છે પણ ઓફિસો બ્રિટીશ કામકાજી જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહેશે જ. એક નવા રિપોર્ટમાં બુધવારે આ દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે મહામારી નિયંત્રણમાં આવ્યા પછી પણ કાર્યસ્થળો સામાન્ય સ્થિતિમાં પાછા નહીં આવે, કેમકે કર્મચારીઓ કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન ઘરેથી કામ કરવાના નવા રૂપને અનુ કૂળ થઇ ગયા છે. અત્યારે ઓફિસો મૃતપ્રાય જેવી થઇ ગઇ છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે ઉચ્ચ કુશળ કામ કરનારા અને ઉચ્ચ સરેરાશ પગાર મેળવનારા કર્મચારીઓ માટે ઓફિસ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આવા ઘણા કર્મચારીઓ ઓફિસેથી કામ કરવા ઇચ્છે છે.

રિપોર્ટ અનુસાર, લોકોના ઘરેથી કામ કરવા દરમિયાન તણાવનું સ્તર વધી ગયું છે. ઓફિસથી દૂર રહેવાથી મેનેજમેન્ટ પોતાની ઉત્પાદકતા અંગે શું વિચારે તે બાબતે કર્મચારીઓમાં બહુ ચિંતા છે. હોમ એન્ડ રિમોટ વર્કીંગમાં આ ખોવાયું છે, અવાર-નવાર નકારાત્મક વિચાર અને પોતાની પ્રતિષ્ઠા બાબતે લોકો ચિંતામાં છે, એ પણ સ્પષ્ટ છે કે ટીમોને એક સાથે આગળ વધવા, ઉછરવા અને સહયોગ કરવા માટે પણ ઓફિસની જરૂર હોય છે અને ભવિષ્યની ઓફિસોએ આનું સમર્થન કરવાની જરૂર પડશે જો સંસ્થાએ સફળ થવું હશે તો.

રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લા ઘણાં મહિનાઓમાં જે પરિવર્તન થયું છે, તે હવે વધારે દિવસો નથી રહેવાનું, ભવિષ્યમાં ઘરેથી કામ કરનારા, ઓફિસમાં કામ કરનારા અને સહયોગ કરનારા લોકોનું મિશ્રણ થશે.

(12:47 pm IST)