Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બિહાર ચૂંટણીમાં શત્રુઘ્નસિંહાના પુત્રને કોંગ્રેસની ટીકીટ :લવસિંહ બાંકીપુર બેઠક પરથી ઝંપલાવશે

શરદ યાદવની પુત્રીને પણ કોંગ્રસે ટિકિટ આપી : લવની સામે પ્લુરલ્સ પાર્ટીની પુષ્પમ પ્રિયા લડશે :પુષ્પમ જદયુના પૂર્વ નેતા વિનોદ કુમાર ચૌધરીની પુત્રી

પટના :બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બોલિવૂડના સિનિયર અભિનેતા અને ભાજપના પૂર્વ નેતા શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિંહાને ટિકિટ આપી છે હાલ શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં છે.અત્યાર પહેલાં કોંગ્રેસે જદયુના નેતા શરદ યાદવની પુત્રીને કોંગ્રેસ પક્ષ ટિકિટ આપી ચૂક્યો હતો.

શત્રુઘ્ન સિંહાનો પુત્ર લવ બાંકીપુર બેઠક પરથી વિઘાનસભાની ચૂંટણી લડશે. લવની સામે પ્લુરલ્સ પાર્ટીની પુષ્પમ પ્રિયા લડી રહી હતી. પુષ્પમ જદયુના ભૂતપૂર્વ નેતા વિનોદ કુમાર ચૌધરીની પુત્રી છે. પુષ્પમ ઇંગ્લેંડમાં ગ્રેજ્યુએટ થઇ હતી.એણે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.

શરદ યાદવની પુત્રી સુભાષિની એમબીએ થયેલી છે. એણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. સુભાષિણી પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે. એ હરિયાણાના એક પોલિટિકલ પરિવારમાં પરણી છે. એણે એવો દાવો કર્યો હતો કે મારા પિતા (શરદ યાદવ)ની તબિયત સારી નથી એટલે બિહાર વિધાનસભાની ચૂંટણીથી દૂર રહ્યા હતા. એમનો રાજકીય વારસો હું સંભાળવાની છું.

આ બધાં દ્રશ્યો જોઇને જદયુના નેતા કે સી ત્યાગીએ કહ્યું કે જુઓ, વંશવાદ તો સૌથી વધુ રાજકારણમાં છે.

(12:39 pm IST)