Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મલયાલમ કવિ અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અક્કિતમ અચ્યુતન નિંબૂથિરીનું દુઃખદ નિધન

94 વર્ષની વયે ત્રિશૂરમાં અંતિમ શ્વાસ લીધા: સાંજે અંતિમ સંસ્કાર

કોચ્ચિઃ મલયાલમ કવિ અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા  અક્કિતમ અચ્યુતન નિંબૂથિરીનું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેઓએ કેરળના ત્રિશૂરમાં અંતિમ શ્વાસ લીધા હતા, અક્કિતમ નંબૂદરીને વર્ષ 2019માં પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો. આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

  અક્કિતમ યુગદ્રષ્ટ કવિ હતા. તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર, મૂર્તિ દેવી પુરસ્કાર, કબીર સન્માન, વલ્લતોલ સન્માન સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની કવિતા, નાટક, ઉપન્યાસ અને અનુવાદના 40થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમની કૃતિઓના અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયા છે

   અક્કિતમ અચ્યુતન નિંબૂથિરીનો જન્મ 8 માર્ચ, 1926ના રોજ કેરળના પલક્કડ જિલ્લામાં થયો હતો. નાનપણથી જ તેમની રૂચિ સાહિત્ય અને કળા તરફ હતી. કવિતા ઉપરાંત અક્કિતમે નાટક અને ઉપન્યાસ પણ લખ્યા હતા
  અક્કિતમ અચ્યુતન નિંબૂથિરીની સૌથી જાણીતો કાવ્ય સંગ્રહ 'ઇરૂપદામ નૂતનદીદે ઇતિહસમ' છે, જે પાઠકોમાં ખૂબ લોકપ્રિય છે. તેમના કેટલાક જાણીતા પુસ્તકો 'ખંડ કાવ્ય', 'કથા કાવ્ય', 'ચરિત્ર કાવ્ય' અને ગીત છે. તેમની કેટલીક પ્રચલિત રચનાઓમાં 'વીરવાડમ', 'બાલદર્શનમ', 'નિમિષા ક્ષેતરામ', 'અમૃતા ખટિકા', 'અક્ચિતમ કવિતાતક્કા', 'મહાકાવ્ય ઓફ ટ્વેટીઅથ સેન્ચૂરી' અને 'એન્ટીક્લેમમ' સામેલ છે.
 અત્રે ઉલેલ્ખનીય છે કે તેમને 1973માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1972માં કેરળ સાહિત્ય પુરસ્કાર અને 1988માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર અને કબીર સન્માનથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

(12:23 pm IST)