Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ન્યૂઝીલેન્ડ ફરી એક વખત કોરોના મુક્ત દેશ બન્યો : તમામ પ્રકારના પ્રતિબંધો હટાવાયા

કોરોના મુક્ત થતા 18 ઓક્ટોબરે દેશમાં જશ્ન મનાવાશે

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ ફરી એક વખત કોરોના મુક્ત દેશ બની ગયો છે. થોડા દિવસો પહેલા આશરે 3 મહિના સુધી કોરોના મુક્ત રહ્યા બાદ ફરીથી કોવિડ-19 કેસ નોંધાતાં અનેક પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. પરંતુ હવે દેશમાં મહામારી ફરી ખતમ થઈ ચુકી છે અને આ માટે વિશ્વભરમાં ત્યાંના પ્રધાનમંત્રીની પ્રશંસા થઈ રહી છે. ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીએ જાહેરાત કરી હતી કે, ઓકલેંડ આટૂમન કલસ્ટર ખતમ થઈ ગયું છે. તમામ 6 સંક્રમિતો ઠીક થઈ ગયા છે અને હવે દેશમાં કોરોના વાયરસનો કોઈ મામલો બચ્યો નથી.

ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસની પ્રથમ લહેર પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવી લેવા માટે પ્રધાનમંત્રી જેસિંડાની વિશ્વમાં પ્રશંસા થઈ હતી. પ્રધાનમંત્રીએ દૈનિક હાલતની જાણકારી આપી હતી અને કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવી કોવિડ-19ને હરાવ્યો હોવાનું જણાવ્યુ હતું.

દેશમાંથી હાલ તમામ પ્રકારના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે અને એલર્ટનું લેવલ પણ એક કરી દેવામાં આવ્યું છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં 100થી વધારે લોકો એકઠાં થવા પર મૂકવામાં આવેલું નિયંત્રણ પણ દૂર કરી દેવામાં આવ્યું છે. કોરોના મુક્ત થયાના રૂપમાં 18 ઓક્ટોબરે દેશમાં જશ્ન મનાવાશે.

દેશના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, આ ખબર દેશ માટે એક મોટી ઉપલબ્ઘિ છે. ન્યૂઝીલેન્ડના લોકોએ ફરી એક વખત તેમના સામુહિક પ્રયાસથી કોરોના વાયરસને હરાવ્યો છે.

(12:19 pm IST)