Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ભારતીયો માત્ર ૯ મિનિટમાં ઓનલાઇન શોપિંગનો નિર્ણય લે છે

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના મહામારીએ ઓનલાઇન ખરીદી પર નિર્ભરતા વધવાની સાથે નિર્ણય લેવાનો સમય પણ ઘટાડી દીધો છે. ભારતીય ગ્રાહકો માત્ર ૯ મિનિટમાં જ ઓનલાઇન ખરીદીનો ફેંસલો લે છે. એક રિપોર્ટમાં આવું જાણવા મળ્યું છે.

જ્યારે બ્રિટનમાં લોકો ૩૦ મિનિટનો સમય લે છે. બ્રિટનમાં બે હજાર લોકો પર થયેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. સર્વેમાં સામેલ લોકોએ કહ્યું હતું કે તેઓ ફાઇવ સ્ટારમાં ૩.૪ સ્ટારવાળી પ્રોડકટને ખરીદવામાં રસ લે છે.

(11:35 am IST)