Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોરોનાનો કહેર વધતાં ફ્રાન્સમાં પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર

સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈ કેટલાક ખાસ પગલાં ભરશે

નવી દિલ્હી : કોરોના વાયરસના વધતાં મામલા વચ્ચે ફ્રાંસે સમગ્ર દેશમાં સાર્વજનિક સ્વાસ્થ્ય સ્થળોને લઈ ઈમરજન્સીની જાહેરાત કરી છે. તેનાથી ફ્રાંસના તંત્રને અનેક પ્રકારની તાકાત મળશે. જેનો ઉપયોગ તેઓ કોરોનાનું સંક્રમણ રોકવા બનાવેલા નિયમો લાગુ કરવામાં કરી શકશે.

   દેશમાં ઈમરજન્સી લાગુ કરવાની જાણકારી આપતાં ફ્રાંસ સરકારે કહ્યું, કોરોના વાયરસ મહામારી સાર્વજનિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે અને લોકના સ્વાસ્થ્યને ખતરામાં નાંખી શકે છે. સરકાર દ્વારા ઇમરજન્સીની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ તેમાં કોરોના અટકાવવા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી નથી. સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈ કેટલાક ખાસ પગલાં ભરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

 ફ્રાંસમાં કોરોના વાયરસના કુલ કેસ 7,79,063 પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં 22,591 નવા કેસ આવ્યા છે અને 104 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ ફ્રાંસમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 33,037 સુધી પહોંચી છે.

(11:25 am IST)