Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

LTA... સરકારીની જેમ હવે પ્રાઇવેટ સેકટરના કર્મચારીઓ માટે પણ આવી રહી છે ટેકસ બચાવવાની યોજના

સરકાર ટુંક સમયમાં સ્પષ્ટીકરણ જાહેર કરશે : ૨૮ હજાર કરોડ રૂપિયાની વધારાની ડિમાન્ડ ઉભી થવાની શકયતા

નવી દિલ્હી તા. ૧૫ : કેન્દ્ર સરકારે આ વર્ષે પોતાના કર્મચારીઓને એલટીસીમાં કેશ વાઉચર આપવાનો પ્લાન બનાવ્યો છે. કર્મચારી આ કેશ વાઉચરની મદદથી એવી ચીજો ખરીદી શકશે જેના પર જીએસટી ઓછામાં ઓછો ૧૨ ટકા લાગતો હોય પ્રાઇવેટ સેકટરના કર્મચારીઓ પણ એલટીએની રકમથી કન્ઝયુમર ગુડ્ઝ ખરીદવાનો વિકલ્પ પસંદ કરે તો પણ તેઓ ટેકસમાં છુટના હક્કદાર બનશે.

એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ ટેકસમાં ફાયદો મળશે. આ માટે વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે અને ટુંક સમયમાં સ્પષ્ટીકરણ જારી કરાશે. આ સ્કીમ હેઠળ સરકાર કોરોનાથી ત્રસ્ત ઇકોનોમીમાં ડિમાન્ડ ઉભી કરવા માગે છે જે કારણે સરકાર ઇચ્છે છે કે, પ્રાઇવેટ સેકટરના કર્મચારી પણ તેનો હિસ્સો બને. સરકારનું અનુમાન છે કે આનાથી ૨૮ હજાર કરોડ રૂપિયાની વધારાની ગ્રાહક ડિમાન્ડ ઉભી થશે.

નાણામંત્રીએ સોમવારે અનેક જાહેરાત કરી હતી. પ્રાઇવેટ સેકટરમાં ૪ વર્ષમાં બે વખત ઇન્કમટેકસમાં છૂટ મળે છે પરંતુ આ માટે કર્મચારીએ મુસાફરીનું પ્રમાણ આપવું પડે છે. પૂરાવા વગર તેના પર ટેકસ કપાઇ છે. ઉદ્યોગનું કહેવું છે કે, તેના પર સ્પષ્ટીકરણની જરૂર છે કે ઇન્કમટેકસની જોગવાઇઓમાં ફેરફાર કર્યા વગર પ્રાઇવેટ સેકટરના કર્મચારીઓને ફાયદો કઇ રીતે મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર એક પરિપત્ર જારી કરી શકે છે. જેનાથી પ્રાઇવેટ સેકટરના કર્મચારી એલટીએ પર ટેકસની છૂટનો દાવો કરી શકે છે. સરકારે ઇન્કમટેકસની કલમ ૧૦(૫)માં ફેરફાર કરવો પડશે.

(11:07 am IST)