Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કારગિલને કાશ્મીર સાથે જોડતી એશિયાની સૌથી મોટી 'ઝોજીલા ટનલ' ના નિર્માણકાર્યનો ગડકરી હસ્તે પ્રારંભ

એશિયાની બે દિશા વાળી 14.15 કિલોમીટર લાંબી ટનલનું દેશની સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવશે

લદ્દાખઃ લદ્દાખના કારગિલ વિસ્તારને કાશ્મીર ઘાટી સાથે જોડનારી ઝોજીલા ટનલનું કામ આજથી શરૂ થશે. 14.15 કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી દ્વારા શરૂ કરવામાં આવશે. આ ટનલને એશિયાની બે દિશા વાળી સૌથી લાંબી ટનલ માનવામાં આવે છે.

આ ટનલનો નિર્માણ પૂર્ણ થતાં લદ્દાખની રાજધાની લેહ અને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરની વચ્ચે આવાગમન સંભવ થશે. હાલ અત્યારે 11,578 ફૂટની ઉંચાઇ પર ઝોજિલા પાસે નવેમ્બરથી એપ્રિલ દરમિયાન વર્ષના 6 મહિના ભારે બરફવર્ષાને કારણે એનએચ -1, શ્રીનગર-કારગિલ-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવાગમન બંધ રહે છે.

કેન્દ્રીય સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયે  જણાવ્યું હતું કે, ગડકરી ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં ઝોજિલા ટનલનો પ્રારંભ કરાવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટનલના નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ શ્રીનગર અને લેહ વચ્ચે આખું વર્ષ સંપર્ક જોડાણના કારણે જમ્મુ-કાશ્મીરનું આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક એકીકરણ શક્ય બનશે. મંત્રાલયે કહ્યું કે, આ ટનલ પૂર્ણ થયા બાદ આધુનિક ભારતના ઇતિહાસમાં ઔતિહાસિક સિદ્ધિ હશે. આ દેશની રક્ષા કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે.

(10:15 am IST)