Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સુશાંતસિંહ રાજપૂતના મામલાની CBI તપાસ પૂરી : ન મળ્યા ષડયંત્રના પૂરાવા

રિપોર્ટ જલદી પટનાની સીબીઆઇ કોર્ટમાં રજૂ કરશે

નવી દિલ્હી તા. ૧૫ : સુશાંત સિંહ રાજપૂત  મામલાની તપાસ સીબીઆઈએ પૂરી કરી લીધી છે. સીબીઆઈને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઈ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ પ્લે મળ્યું નથી. સૂત્રો પ્રમાણે સીબીઆઈની તપાસ હવે પૂરી થઈ ચુકી છે અને તે પોતાનો રિપોર્ટ જલદી પટનાની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરશે.

જાણકારી પ્રમાણે સીબીઆઈએ ૮ ઓકટોબરે સુશાંતના જીજાજી અને ફરીદાબાદના કમિશનર બ્ભ્ સિંહ અને સુશાંતની બહેન નીતૂની બપોર બાદ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ સીબીઆઈની તપાસ હવે પૂરી થઈ ચુકી છે.

સૂત્રોનું તે પણ કહેવું છે કે સીબીઆઈ ચાર્જશીટના રૂપમાં કલોઝર રિપોર્ટ દાખલ કરી શકે છે. પોતાની તપાસમાં મળેલા તમામ પરિસ્થિતિજન્ય પૂરાવાના આધાર પર રિયાને આરોપી બનાવવાનો નિર્ણય કોર્ટ પર છોડી શકે છે.

ભાજપના રાજયસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સ (AIIMS)ના રિપોર્ટ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયને જાણકારી આપવામાં આવી નથી.

સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે કે શું એમ્સની ટિમે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે પછી માત્ર કૂપર હોસ્પિટલના હોકટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોતાનો મત બનાવ્યો? શું ડોકટર સુધીર ગુપ્તાને ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે એમ્સની વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરતા પહેલા તેઓ ઈન્ટરવ્યુ આપે? શું એમ્સની ટીમે પુરાવા નાશ કરવા અંગે તપાસ કરી? શું મોતના કારણો પર એક નિશ્ચિત મત બનાવવા માટે ફોરેન્સિક મેડિકલના દ્રષ્ટિકોણથી સામગ્રી અપૂરતી હતી? અને શું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ કેસને મંત્રાલયના મેડિકલ બોર્ડને મોકલવા પર વિચાર કરશે?

(10:13 am IST)