Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ફરજિયાત હોલમાર્કિગની મુદત ૧૫ જાન્યુઆરીથી લંબાવી ૧ જૂન

કોરોનાને કારણે મુદત વધારાયાનું અનુમાન

મુંબઇ, તા.૧૫: સોનાની શુદ્ઘતા તથા ગાહકોને શુદ્ઘ સોનાના દાગીના મળી રહે તે માટે સરકાર દ્વારા કરજિયાત હોલમાર્કિંગનો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. અગાઉ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧થી આ નિયમનો અમલ થવાનો હતો. જો કે, કોરોનાકાળની સ્થિતિમાં સરકાર તરફેથી આ નિયમની મુદત લંબાવવામાં આવી છે. જે મુદત લંબાવીને ૧ જૂન, ૨૦૨૦ કરવામાં આવી છે.

જવેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓ મુજબ, સરકાર દ્વારા અગાઉ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ની અસરથી જવેલરી માટે ફરજિયાત હોલમાર્કિંગ અમલી બનાવાયું હતું. જોકે, ત્યારબાદ કોરોનાની સ્થિતિ ઊભી થઇ છે. જેને કારણે જવેલરી હોલમાર્કિંગ માટેનું ઇન્ફાસ્ટ્રકચર પૂરેપૂરું ઊભું થઇ શકયું નથી. જવેલર્સ પણ પૂરતી તૈયારી કરી શકયા નથી. આ સંજોગોમાં તાજેતરમાં કન્ઝયુમર અફેર્સ, ફૂડ અને પબ્લિક ઇન્સ્ટ્રકશન દ્વારા એક સુધારા સાથેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ના સ્થાને ૧ જૂન, ૨૦૨૧ની અસરથી અમલમાં આવશે.

જાણકારો મુજબ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૧૧ હોલમાર્કિંગ સેન્ટર્સ કાર્યરત છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ સહિતના સ્થળે હોલમાર્કિંગ સેન્ટર્સ કાર્યરત છે. જયાં પ્રતિદિન કુલ ૪૦૦૦થી ૫૦૦૦ પીસની ક્ષમતાએ હોલમાર્કિંગ થઇ રહ્યું છે. જોકે, આ સેન્ટર્સ પર હાલમાં ક્ષમતા કરતાં ૨૦થી રપ ટકા કામ આવતું હોવાનું જ કહેવાય છે. બીજી તરફ સામ્ય વિસ્તારમાં તથા નાના સેન્ટર્સ પર દ્યણા જવેલર્સના રજિસ્ટ્રેશનની કામગીરી બાકી હોય તથા અગાઉના સ્ટોકનો ભરાવો પણ હોય ફરજિયાત હોલમાકિંગની મુદત લંબાવવાની આવશ્યકતા દર્શાવાતી હતી. જે દિશામાં પગલા ભરાયાનું અનુમાન છે.

(10:12 am IST)