Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બિહાર ચૂંટણી : એલજેપીના ચૂંટણી પ્રચાર સમિતિમાં ભાજપના કદાવર નેતાઓને સ્થાન

સમિતિમાં ભાજપ અને જેડીયુના નેતાઓ સહીત 15 લોકોનો સમાવેશ

 

પટના:લોક જનશક્તિ પાર્ટી દ્વારા  વતી ચૂંટણી પ્રચાર સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, રામ વિલાસ પાસવાનના નાના ભાઈ પશુપતિ પારસ, પ્રદેશ પ્રમુખ અને સાંસદ પ્રિંસ રાજ, સાંસદ ચંદન સિંહ, સાંસદ વીણા દેવી, સૂરજબહેન સિંહ, રાજુ તિવારી, શાહનવાઝ અહેમદ કૈફી, રેણુ કુશવાહા, રાજેન્દ્રસિંહ, રામેશ્વર ચોરસીયા, ઉષા વિદ્યાર્થિ, ભગવાનસિંહ કુશવાહા, સંજય પાસવાન, અશરફ અન્સારી સહિત કુલ 15 લોકો છે.

LJP દ્વારા રચાયેલી ચૂંટણી પ્રચાર સમિતિમાં ભાજપ અને જેડીયુના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ચૂંટણી પ્રચાર સમિતિમાં ભાજપના નેતા રાજેન્દ્રસિંહ, રામેશ્વર ચૌરસિયા, ઉષા વિદ્યાર્થિ, ભગવાનસિંહ કુશવાહાને સ્થાન મળ્યું છે.

ચૂંટણી પંચે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની તારીખોની ઘોષણા કરી દીધી છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. 28 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. 3 નવેમ્બરના રોજ બીજા અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે.

(12:00 am IST)