Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

રાજસ્થાનની ગેહલોત સરકારે યુવાઓને આપી મોટી ભેટ : 31 હજાર ત્રીજા વર્ગના શિક્ષકોની કરાશે ભરતી

નાણાં વિભાગે પ્રસ્તાવને મંજૂરી આપી : સરકારી તીજોરી ઉપર 1717.40 કરોડનો પડશે ભાર : જલ્દી રીટ પરીક્ષાનું આયોજન થશે

 

રાજસ્થાનમાં કોરોના કાળમાં પ્રદેશના બેરોજગાર અભ્યર્થિઓને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે 31 હજાર ત્રીજા વર્ગના શિક્ષકોની ભરતીને મંજૂરી આપી દીધી છે. નાણાકીય વિભાગે પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી હતી. હવે રીટ પરીક્ષાના માધ્યમથી ભરતી કરવામાં આવશે,

  શિક્ષા રા્યમંત્રી હોવિંદ સિંહ ડોટાસરાએ સંકેત દેતા કહ્યું કે જલ્દી રીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

 મુખ્યમંત્રી ગેહલોતે પોતાના બજેટ ભાષણમાં કુલ 53 હજાર પદો ઉપર ભરતી કરવાની જાહેરાત કરી હતી. તેમાંથી 41 હજાર પદ શિક્ષા વિભાગના છે. શિક્ષા વિભાગમાં 31 હજાર તૃતિય ક્ષેણીના શિક્ષકોની ભરતીના સંબંધમાં પ્રસ્તાવ નાણાકીય વિભાગને મોકલવામાં આવ્યો છે. જેને મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે.

   મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા નાણાકીય વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ પદો ઉપર ભરતીથી રાજ્યસરકાર ઉપર બે વર્ષ સુધી પરિવીક્ષા કાળમાં 881.61 કરોડનો ભાર પડશે. તે બાદ 1717.40 કરોડ રૂપિયા પ્રતિવર્ષ નાણાકીય બોજો આવશે.

(11:17 pm IST)