Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

' ટ્રમ્પ હૈ તો સેઈફ હૈ ' : ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના સમર્થક હોવાથી બીજી ટર્મમાં પણ ચૂંટાઈ આવે તે જરૂરી છે : ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન શ્રી ડેની ગાયકવાડે કમપેન લોન્ચ કર્યું

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન વ્યવસાયી શ્રી  ડેની ગાયકવાડે ' ટ્રમ્પ હૈ તો સેઈફ હૈ ' ચૂંટણી કમપેન લોન્ચ કર્યું છે.તેમના મતે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના સમર્થક હોવાથી બીજી ટર્મમાં પણ ચૂંટાઈ આવે તે જરૂરી છે.શ્રી
ગાયકવાડે જણાવ્યું હતું કે ચૂંટણીની રેસમાં ટ્રમ્પ વચગાળાના સમયમાં કોરોના સંક્રમિત થવાથી પ્રચાર મંદ પડી ગયો છે.તેથી મેં મારા ખર્ચે આ કમપેન લોન્ચ કર્યું છે.
ફ્લોરિડા સ્થિત વ્યવસાયી શ્રી ગાયકવાડે જણાવ્યું હતું કે હું થોડા સમય પહેલા પ્રેસિડન્ટ ટ્રમ્પ તથા વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સને મળ્યો હતો.અને મને એવું લાગ્યું હતું કે અમેરિકાના અર્થતંત્રના વિકાસ માટે પ્રેસિડન્ટ તરીકે ટ્રમ્પ યોગ્ય વ્યક્તિ છે.

(12:28 pm IST)