Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

બ્રિટનમાં કોરોનાનો ફરી હાહાકાર :વેક્સીન લેનારા પણ સંક્રમિત :નવા 42,302 કેસ નોંધાયા :49 લોકોના મોત

મોટાભાગના વિસ્તારમાં મીની લોકડાઉન હટાવ્યા બાદ કેસમાં ઉછાળો

બ્રિટનમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે વેક્સિન લઈ ચૂકેલા પુખ્તવયના લોકોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમણના 42,302 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થઇ ગયા છે.

આ 15 જાન્યુઆરીથી બાદ સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે, મોટાભાગના વિસ્તારમાં મીની લોકડાઉન હટાવ્યા બાદ કેસ માં ઉછાળો આવ્યો છે અને 55,761 કેસ નોંધાયા છે. મંગળવારે કોવિડ -19 ના 36,660 કેસ નોંધાયા હતા અને 50 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

(11:19 am IST)