Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

50 જેટલી ફિલ્મોમાં કામ કરીચુકેલી દિગ્ગજ અભિનેત્રી સવિતા બજાજ એક એક રૂપિયાની મોહતાજ : પરિવારે સાથ છોડી દીધો : કોરોના તથા શ્વાસની બીમારીએ બચત ખાલી કરાવી દીધી : હવે દવા કરાવવા માટે પૈસા નથી : 79 વર્ષીય સવિતા ઉપર દેવું થઇ જતા ફરીથી ફિલ્મોમાં કામ કરવા આતુર

મુંબઈ : 50 જેટલી ફિલ્મોમાં કામ કરીચુકેલી તેમજ ટીવી સિરિયલોમાં પણ અભિનયના ઓજસ પાથરનાર એક જમાનાની દિગ્ગજ અભિનેત્રી સવિતા બજાજ હાલમાં એક એક રૂપિયાની મોહતાજ બની ગઈ છે.

વર્તમાનપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં 79 વર્ષીય સવિતાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી પરિવારે તેનો સાથ છોડી દીધો છે. તે 7 હજાર રૂપિયાના ભાડાંના  એક રૂમના ફ્લેટમાં રહે છે.

થોડા સમય પહેલા કોરોના થઇ જતા તેની તમામ બચત ખાલી થઇ ગઈ હતી. તેને CINTAA તથા રાઈટર્સ એશોશિએશને 1 લાખ રૂપિયાની મદદ કરી હતી. જેનું ઋણ ચૂકવવા તે આ ઉંમરે પણ ફિલ્મમાં કામ કરવા આતુર હોવાનું જણાવ્યું હતું . પરંતુ હવે તેને શ્વાસની બીમારી થઇ ગઈ હોવાથી કામ પણ કરી શકે તેમ નથી. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:09 am IST)