Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ચીનની સાથે સરહદી વિવાદ અંગે મોદી સરકાર સંસદમાં આપી શકે છે માહિતી

લદાખમાં ચીની સેનાની હિલચાલ એલ એસી પર ઘર્ષણ સહિતના મુદ્દે નિવેદન શકે

નવી દિલ્હીઃ ભારત  અને ચીન વચ્ચે સરહદ પર ચાલતા વિવાદ  પર મોદી સરકાર કાલથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં નિવેદન કરી શકે છે. પેગોંગ સરોવર અને અન્ય કેટલાય ક્ષેત્રોમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની આક્રમકતા વધી છે. 15 જૂને લડાખમાં ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકોએ જીવ બચાવ્યો હતો.

ભારત-ચીન સરહદે આવી ઘટના ચાર દાયકામાં પહેલી વખત થઈ હતી. છેલ્લા બે સપ્તાહમાં ચીની સૈનિકોએ લડાખના પેંગોગ સરોવરના દક્ષિણી કિનારે આક્રમકતા દાખવી છે. પણ ભારત એલએસી પર યથાસ્થિતિને બદલવાના આ પ્રયત્નોને રોકવામાં સફળ રહ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સૈનિકો વચ્ચે કોઈ સંઘર્ષ થયો નથી.

31 ઓગસ્ટે ભારતીય સૈનિક ચીની સૈનિકોના ઘેરાથી ઘેરાયા હતા. વાસ્તવમાં ચીની સૈનિકો તે પોઝિશન પર કબ્જો કરવા માંગતા હતા જ્યાં પહેલેથી ભારતીય સૈનિક મજબૂત સ્થિતિમાં છે. પરિસ્થિતિઓને જોવા માટે સરકાર માટે આ મુદ્દે ચર્ચાથી બચવુ મુશ્કેલ થયું છે. તેમા છેલ્લા વિદેશ સચિવ જયશંકર ચીનના સચિવને મોસ્કોમાં મળ્યા અને સરહદ પર તનાવ ઘટાડવા પાંચ મુદ્દાનો કાર્યક્રમ તૈયાર કરી તેની જાહેરાત કરી તેની વિગત પણ રજૂ કરે તેમ માનવામાં આવે છે. તેની સાથે આના પછી આ મોરચે આગળ કેટલી પ્રગતિ વાસ્તવિક ધોરણે થાય છે તે પણ સરકાર જણાવી શકે છે.

આ પહેલા પણ પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત કેટલાય પક્ષોના નેતા હાજર રહ્યા હતા.

બેઠકનો મુખ્ય એજન્ડા સરહદી ક્ષેત્રોમાં સુરક્ષા દળો માટે રેશન અને અન્ય વસ્તુઓની ગુણવત્તા પર નજર રાખવાનો હતો. આ દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે લડાખમાં એલએસીની પરિસ્થિતિ જોઈ માંગ કરી.છે

સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપીના નેતા શરદ પવારે લડાખમાં એલએસી પર હાલની સ્થિતિ પર એક રજૂઆતની માંગ કરી.

સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના અનુરોધને ધ્યાનમાં લેતા આ બાબત નોંધ કરી લેવાઈ છે. બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ પહોંચ્યા હતા.

આ બેઠકમાં રાહુલ ગાંધીએ જવાનો અને અધિકારીઓના આહારની ભિન્નતા અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેના અંગે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે જવાન ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે તેમની ખાવાની પસંદગી અધિકારીઓની તુલનાએ જુદી જ હોય છે. જવાનો અને અધિકારીઓને આપવામાં આવતી ખાવાની ગુણવત્તામાં કોઈ ફરક હોતો નથી.

(12:00 am IST)