Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વડાપ્રધાન મોદી 8મી વખત ત્રિરંગો લહેરાવશે:લાલકિલા પરથી પ્રજાજોગ સંદેશો આપશે: જાણો પીએમનો સમગ્ર કાર્યક્રમ

આઝાદીનો અમૃત મહોત્સવ મનાવશે; કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડા પણ હાજર રહેશે

નવી દિલ્હી :  ભારતની આઝાદીનો દિવસ 15 ઓગસ્ટે 75મા સ્વતંત્રતા દિવસની ઊજવણી થશે. પ્રધાનમંત્રી  મોદી 8મી વખત ત્રિરંગો લહેરાવશે. લાલકિલા પર ધ્વજવંદન કરીને પ્રધાનમંત્રી પ્રજાજોગ સંદેશો આપશે. આ પર્વ નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવશે. તો આ તરફ અમદાવાદના સાબરમતિ આશ્રમથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ થશે. આ સમારોહ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડા પણ હાજર રહેશે

દેશને 15 ઓગષ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી પરંતુ અંગ્રેજી સત્તાએ ભારતને આઝાદીની ખુશીઓ ભાગલાની બહુ મોટી કિંમત સાથે સોંપી હતી. 14 ઓગષ્ટના રોજ ભારત અને પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશના ભાગલાનું દુઃખ કદી પણ ભૂલી શકાય તેવું નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવું પડ્યું છે. તો પ્રધાનમંત્રી  મોદીએ 14 ઓગસ્ટને લઈને મોટું એલાન પણ કર્યું..પ્રધાનમંત્રીએ 14 ઓગષ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે ઓળખવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીના ક્રાયક્રમની યાદી આ મુજબ છે

 

  • સૌ પ્રથમ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે
  • 7:05 કલાકે રાજઘાટ પહોંચી સમાધી પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે
  • 7:10 રાજઘાટથી લાલકિલા માટે થશે રવાના
  • 7:20 લાલકિલા પર PM મોદીને ગાર્ડ ઓફ ઓર્નર અપાશે
  • 7:30 કલાકે PM મોદી લાલકિલા પર ધ્વજારોહણ કરશે
  • લાલકિલા પર ધ્વજારોહણ બાદ પ્રધાનમંત્રી જનસંબોધન કરાશે
  • સુરક્ષા મામલે સિક્યુરિટી એજન્સીનું તમામ મામલે ધ્યાન રહેશે
  • 75મી વર્ષગાંઠના દિવસે સમગ્ર દિલ્હીમાં સુરક્ષાકર્મી હાજર રહેશે

સ્વતંત્રતા કોને ન ગમે? પરંતુ 1947 પહેલા તેઓ અંગ્રેજોની વાર્તામાં બંધાયેલા હતા. દેશની આઝાદી માટે લાખો લોકોએ પોતાનો જીવ આપ્યો. અંગ્રેજો સામેની લાંબી લડાઈનો સુખદ અંત 15 મી ઓગસ્ટે હતો જ્યારે દેશના લોકોએ ખુલ્લી હવામાં શ્વાસ લીધો હતો. હવે કોઈ વિદેશી બંધન નહોતું. સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ પર, લોકો દેશના જુદા જુદા ખૂણામાં જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે, બીજી બાજુ દેશના ખૂણે ખૂણે સરકારી ઇમારતો તિરંગાના રંગમાં પ્રકાશિત છે, જેની અનોખી છાયા જોવા મળી રહી છે.

દેશ આઝાદીની 75મી વર્ષ ગાંઠને ઉજવી રહ્યો છે. ત્યારે દેશભરમાં સરકારી આવાસોને તિરંગાના રંગમાં રંગી દેવામાં આવ્યા છે. દેશની રાજધાની સ્થિત મહત્વના ઉત્તર અને દક્ષિણ બ્લોક તેમજ દેશની સંસદને તિરંગાના રંગમાં રંગી દેવામાં આવ્યા છે. અદભૂત રીતે ત્રણેય કલરની ગોઠવણ કરી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઉત્તર અને દક્ષિણ બ્લોક તેમજ સંસદ ભવનનો હાલનો નજારો જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે..

(12:54 am IST)