Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અફઘાનિસ્તાનના મહત્વના શહેર મઝાર-એ- શરીફ પર તાલિબાનનો ચારેય તરફથી હુમલો

તાલિબાનએ ઉત્તર, પ્રશ્ચીમ અને દક્ષિણ અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો મેળવી લીધો

નવી દિલ્હી :  તાલિબાને શનિવારે કાબુલનાં દક્ષિણ પર આવેલા એક મોટા પ્રાંત પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના મહત્વના શહેર મઝાર-એ-શરીફ પર તાલિબાને ચારેય તરફથી હુમલો શરૂ કરી દીધો છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સંપૂર્ણ પરત ફરવાને લઈને ત્રણ અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે. આવામાં તાલિબાન ઉત્તર, પ્રશ્ચીમ અને દક્ષિણ અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો મેળવી લીધો છે. આ કારણે આશંકા વધી ગઈ છે કે તાલિબાન ફરી અફઘાનિસ્તાન પર કબજો મેળવી શકે છે. નહીં તો અફઘાનિસ્તાનમાં ગૃહ યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે

(9:51 pm IST)