Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

દેશને આપશે ખાસ સંદેશ

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધશે

નવી દિલ્હી,તા. ૧૪ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડવામાં આવેલ એક રિલીઝ મુજબ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને સંબોધન તમામ આકાશવાણી નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર સાંજે ૭ વાગ્યાથી પ્રસારિત કરવામાં આવશે.રાષ્ટ્રપતિનું સંબોધન પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજી બાદમાં, પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત થશે. તે ૯:૩૦ કલાકે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રાદેશિક ભાષાઓમાં ટેલિકાસ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસ પર દેશના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે. વિવિધ પ્રતિષ્ઠાનોને તિરંગાના પ્રકાશમાં રંગવામાં આવ્યા છે.આ પ્રસંગે અન્ય ઘણા કાર્યક્રમો પણ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતના સ્વતંત્રતા દિવસ પર અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને આ આઝાદીના પર્વ પહેલા દેશના રાષ્ટ્રપતિ દેશને શનિવારે સાંજે સંબોધશે.રાષ્ટ્રપતિ દેશના પરિસ્થિતિ અને સિદ્વિઓ પર વાતચીત કરી શકે છે. ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્ત્।ે દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ભારતના નાના મોટા શહેરોને શણગારવામાં આવ્યા છે.

(10:25 am IST)