Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

લગ્નમાં પોલીસની એન્‍ટ્રી થતા વરરાજા ઉભી પૂંછડિયે ભાગ્‍યોઃ કન્‍યા સાસરીના બદલે પોલીસ સ્‍ટેશનમાં પહોંચી ગઈ!

૧૭ વર્ષની સગીરાને પરણવા આવેલો વરરાજા પોલીસ જોઈને ભાગ્‍યો

પાનીપત,તા. ૨૪: લગ્ન પ્રસંગમાં પોલીસની એન્‍ટ્રી ક્‍યારેય પણ અપેક્ષિત હોતી નથી પરંતુ જયારે જયારે લગ્નોમાં પોલીસની એન્‍ટ્રી થાય ત્‍યારે શું સ્‍થિતિ થાય તેનું તાજું ઉદાહરણ આ કિસ્‍સો છે. આ કિસ્‍સામાં એક વર અને કન્‍યાના સપ્તપદીના સાત ફેરા શરૂ હતા તેવામાં પોલીસ ત્રાટક હતી. જોકે, એવું બન્‍યું કે પોલીસને જોતા જ વર ભાગ્‍યો અને પોલીસ મથકે પહોંચી ગઈ કન્‍યા.સાસરે જવાને બદલે આ કન્‍યાને કેમ પોલીસ મથક જવું પડ્‍યું તે જાણવા જેવું છે.

બનાવ છે દેશના હરિયાણારાજયના પાનીપતનો અહીંયા એક લગ્ન મંડપમાં પોલીસને એન્‍ટ્રી થતા વરરાજ ઊભી પૂંછડિયે ભાગ્‍યો હતો જયારે કન્‍યા બિચારી પોલીસ મથકમાં પહોંચી ગઈ હતી. કારણ જાણતા જાણવા મળ્‍યું કે આ લગ્ન બાળ વિવાહની યાદીમાં આવતા હતા. અહીંયા થઈ રહેલા લગ્નમાં એક ૧૭ વર્ષની કિશોરીના ૨૫ વર્ષના યુવક સાથે લગ્ન થઈ રહ્યા હતા.

આ ઘટનાની જાણ મહિલા સુરક્ષા અને બાળ વિવાહ નિષેધ અધિકારી રજની ગુપ્તાને થતા તે પોલીસ સાથે માંડવામાં પહોંચી ગયા હતા. જેમાં વરને લગ્નની જાણ થતા જ તે નાસી ગયો હતો જયારે મહિલા અધિકારી ગુપ્તાએ ફોન કર્યો ત્‍યારબાદ તે પોલીસ મથકે આવ્‍યો હતો.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના એક ગામમાં દેશરાજ કોલોનીમાં રહેતો પરિવાર પોતાની ૧૭ વર્ષની દીકરીનું લગ્ન કરાવવા જઈ રહ્યો હતો. દીકરીએ ૧૦ ધોરણ સુધીનો અભ્‍યાસ કર્યો હતો જેના લગ્ન ૨૫ વર્ષના પટેલ નગરના રહેવાસી એકાઉન્‍ટન્‍ટ સાથે થઈ રહ્યા હતા. જાન આવી ગઈ હતી અને લગ્ન મંડપમાં ફેરા શરૂ હતા એ વખતે જ પોલીસ અને અધિકારીઓ ત્રાટક્‍યા અને લગ્ન અટકાવવામાં આવ્‍યા.

પોલીસને જોત જ વર ઊભી પૂંછડિયે ભાગ્‍યો જયારે કન્‍યાને પોલીસ મથકે લાવવામાં આવી. કન્‍યાના પરિવારને સમજવવામાં આવ્‍યું કે તેના લગ્ન તે ૧૯ વર્ષની ન થાય ત્‍યાં સુધી શક્‍ય નથી. જોકે, કન્‍યાના પરિવારે આ કાયદાની જાણ નથી તેવું રટણ કર્યુ. હાલમાં તો આ લગ્ન અટકાવી દેવામાં આવ્‍યા.

(10:21 am IST)