Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કપાસની આયાત પર ૩૦ સપ્ટે. સુધી કસ્ટમ ડ્યૂટી માફ કરાઈ

કેન્દ્રના નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય : આ નિર્ણયના કારણે વસ્ત્ર ઉદ્યોગને ફાયદો થશે અને ગ્રાહકોને પણ ઓછી કિંમતે વસ્ત્ર મળી રહેશે

નવી દિલ્હી, તા.૧૪ : નાણા મંત્રાલયે બુધવારે મહત્વનો નિર્ણય લીધો છે અને કપાસની આયાત પર ૩૦મી સપ્ટેમ્બર સુધી કસ્ટમ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી છે. મંત્રાલયના આ નિર્ણયના કારણે વસ્ત્ર ઉદ્યોગને ફાયદો થશે અને ગ્રાહકોને પણ ઓછી કિંમતે વસ્ત્ર મળી રહેશે. નાણા મંત્રાલયના આ નિર્ણય બાદ ટેક્સટાઈલના વેપારીઓમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે.

હાલ કપાસની આયાત ઉપર ૫% બેઝિક કસ્ટમ ડ્યુટી (બીસીડી) અને ૫% કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) લાગે છે.

ટેક્સટાઈલના વેપારીઓ સ્થાનિક કિંમતો ઘટાડવા માટે સતત ટેક્સમાં છૂટની માગણી કરી રહ્યા હતા. ત્યાર બાદ બુધવારે નાણા મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)એ નાણા મંત્રાલયના નિર્ણય બાદ કપાસની આયાત માટે કસ્ટમ ડ્યુટી અને એઆઈડીસીમાં છૂટને લઈ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

ઝ્રમ્ૈંઝ્રના કહેવા પ્રમાણે આ નોટિફિકેશન ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજથી પ્રભાવી થશે અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી લાગુ રહેશે. આ છૂટથી ટેક્સટાઈલ ચેન, યાર્ન, કપડાં, ગારમેન્ટ્સ અને મેડ અપ્સને ફાયદો થશે. આ સાથે જ ગ્રાહકોને પણ રાહત મળશે. મંત્રાલયના કહેવા પ્રમાણે આ નિર્ણયથી કપડાંની નિકાસમાં પણ ફાયદો થશે.

(7:48 pm IST)