Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કરદાતાના ૫૦થી વધુ પ્રકારના વ્‍યવહારો પર આયકર વિભાગની હવે નજર રહેશે

રિટર્નમાં એક પણ વ્‍યવહાર દર્શાવ્‍યો નહીં હોય તો સીધી નોટિસ ફટકારાશેકરચોરી અટકાવવા માટે એન્‍યૂઅલ ઇ-ફોર્મેશન સિસ્‍ટમમાં વધુ સુધારો કરાયો

ઇન્‍કમટેકસ વિભાગને સારી એવી આવક થવાના કારણે તેમાં વ્‍યાપક સુધારા કરવાનું નક્કી કર્યુ છે. જેથી હવે ૫૦થી વધુ વ્‍યવહારોને ઇન્‍કમટેક્‍સ વિભાગે આવરી લીધા છે. તેમજ તેને લગતી વિગતો પણ પોર્ટલ પર રજૂ કરી દેવામાં આવી છે.

ઇન્‍કમટેક્‍સ વિભાગે એઆઇએસ (એન્‍પૂઅલ ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ) અને ટીઆઇએસ (ટેક્‍સ ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ) નામના બે ફોર્મ પોર્ટલ પર મૂકી દીધા છે. જેથી એક ફોર્મમાં કરદાતાએ કરેલા વ્‍યવહારોની વિગતો મળશે. જયારે બીજા ફોર્મમાં ટેક્‍સ કેટલો ભરવાનો છે તેની જાણકારી કરદાતાને મળી રહે તેવી એ વ્‍યવસ્‍થા કરી દીધી છે. જયારે આ વખતે એઆઇએસ ફોર્મમાં વ્‍યાપક સુધારા કરીને કરદાતાએ કરેલા તમામ વ્‍યવહારોની વિગતો આવરી લેવામાં આવી છે.

આ વિગતો એકત્ર કરવામાં આવી

વ્‍યાજ, ભાડું, એફડીનુ વ્‍યાજ, બચતખાતાનું વ્‍યાજ, આઇટી સ્‍ફિડ,. પીએફનું વ્‍યાજ, વીમા યોજના, બરાત યોજના કેટલી સ્‍કમ ઉપાડી કમિશન, કેટલી રકમ જમા કરાવી, કેડિટ કાડનો કેટલો વપરાશ કર્યા. મિલકતની જાણકારી, મ્‍યુચલ ફંડ, શેરબજારમાં કરેલા વ્‍યવહાર, વિવિધ એપ થકી કરેલી ચુકવણી, જવેલરીની કરેલી ખરીદી સહિતની જાણકારી ઇન્‍કમટેક્‍સ વિભાગે એકત્ર કરી દીધી છે.(૨૩.૨૨)

રિટર્ન ભરતી વખતે ખાસ તકેદારી રાખવી પડશે

ઇન્‍કમટેક્‍સ વિભાગે કરચોરી અટકાવવા માટે વધુ કડક કાર્યવાહી કરવા માટે જ ગત વર્ષે ૨૬ એઆઇએસ ફોમ બહાર પાડ્‍યું હતું તેમાં ઘણા સુધારા કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે કરદાતાએ કરેલા તમામ આર્થિક વ્‍યવહારોની જાણકારી ઇન્‍કમટેક્‍સ વિભાગને મળી રહેવાની છે. જેથી રિટર્ન ભરતી વખતે આવી એક પણ જાણકારીનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો નહીં હોય તો નોટિસ મળશે.નિતેશ અગ્રવાલ :(સીએ)

(3:50 pm IST)