Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પેટ્રોલ-ડીઝલની આગ હવે બધી જગ્‍યાઅે લાગી : બસ ઓટોનું ભાડુ વધી રહ્યું છે સરકારે ૧ મે થી બસ, ઓટો, સાર્વજનીક ટ્રાન્‍સપોર્ટમાં ભાડા વધારાની જાહેરાત કરી

વિદ્યાર્થીઓને ટિકીટના દરમાં વધારાના મુદ્દે તપાસ માટે એક આયોગની રચના કરવામાં આવી છે.

નવી દિલ્‍હી : પેટ્રોલ-ડીઝલની વધતી જતી મોંઘવારીની અસર હવે ચોતરફ જોવા મળી રહી છે. પહેલાં ઉબર અને ઓલાએ કેબનું ભાડું વધાર્યું અને હવે બસ ઓટોનું ભાડું પણ વધી રહ્યું છે. આ મહિનાથી જ બસ, ઓટો, ટેક્સીના ભાડામાં વધારો થઇ રહ્યો છે. સરકારે 1 મે 2022 થી બસ, ઓટો સહિત તમામ સાર્વજનિક ટ્રાંસપોર્ટના ભાડામાં વધારાની જાહેરાત કરી છે.

કેરલ સરકારે બસ, ઓટો, ટેક્સીના ન્યૂનતમ ભાડામાં વધારાની જાહેરાત કરી છે. આ વધારેલું ભાડું આગામી મહિને 1 મે 2022 થી લાગૂ થશે. ત્યારબાદ આ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અન્ય રાજ્યોમાં પણ જલદી જ ભાડાના વધારાની જાહેરાત કરી શકે છે. દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં અંતિમ 15 દિવસની અંતર સીએનજીના ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો સુધીનો વધારો થયો છે. આવો જાણીએ કેટલું ભાડું વધશે.

કેરલના પરિવહન મંત્રી એંટની રાજૂએ જણાવ્યું કે 'બસનું ન્યૂનતમ ભાડું 8 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રતિ કિલોમીટર ભાડું 90 પૈસાથી વધારીને 1 રૂપિયો કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓને ટિકીટના દરમાં વધારાના મુદ્દે તપાસ માટે એક આયોગની રચના કરવામાં આવી છે.

પરિવહન મંત્રીએ જાણકારી આપે છે કે સરકરે ઓટોના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે પહેલાં બે કિલોમીટર માટે 30 રૂપિયા વસૂલવામાં આવતા હતા. ત્યારબાદ દર કિલોમીટર માટે 15 રૂપિયા લેવામાં આવશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી દર કિલોમીટર માટે 12 રૂપિયા વસૂલવામાં આવે છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે 1500 સીસી એન્જીન ક્ષમતાવાળી કારો માટે પહેલાં 5 કિલોમીટર માટે ન્યૂનતમ ભાડું 200 રૂપિયા જે અત્યારે 175 રૂપિયા છે. તો બીજી તરફ તેનાથી વધુ ક્ષમતાવાળી કારો માટે ન્યૂનતમ ભાડું 225 રૂપિયા કરી દેવામાં અવ્યું છે, જે અત્યારે 200 રૂપિયા છે. તો બીજી તરફ ટેક્સીવાળા 17 રૂપિયા પ્રતિ કીમીની જગ્યાએ 20 રૂપિયા કિલોમીટરનું ભાડું વસૂલશે.

(9:59 am IST)