Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

રાષ્‍ટ્રપતી ડો. રામનાથ કોવિંદ તથા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીએ વ્યક્ત કર્યો શોક

દહાણુ ખાતે વિદ્યાર્થીઓને લઇ જતી બોટ પલટી જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા

મુંબઈ: દહાણુ ખાતે વિદ્યાર્થીઓને લઈ જતી બૉટ પલટી ખાતાં ત્રણ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યાં હતાં. સવારે ઘટના ઘડ્યા બાદ રાષ્ટ્રપતિ ડૉ. રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું હતું કે ઘટનાથી દુ: થયું છે. રાજ્ય સરકારે મોટા ભાગના બાળકોને બચાવી લીધા છે, જે ગુમ થયા છે તેમને શોધવામા આવી રહેલા છે. દુ:ખમાં ડૂબેલા પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. ડૉ. કોવિંદ બે દિવસના પ્રવાસે મુંબઈ આવ્યા છે.

 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સોશિયલ મીડિયા દ્વારા દુ: વ્યક્ત કર્યું હતું. તેમણે ઘટના બાદ તમામ સંબંધિત એજન્સીઓને રાહતકાર્ય માટે આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જે પરિવારોએ પોતાના વહાલસોયા સંતાનો ખોયા છે તેમને સાંત્વના આપી હતી. પવનહંસ પ્લેનક્રેશમાં પણ ઘટનાનો ભોગ બનેલા પરિવારો માટે તેમણે દિલસોજી વ્યક્ત કરી હતી.

 

(10:48 am IST)