Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બેંકિંગ સેક્ટરની કટોકટી માટે યુપીએ જ જવાબદાર છે :મોદી

એનપીએની વિકરાળ સમસ્યા માટે કોંગ્રેસ સંપૂર્ણ જવાબદાર છે : અગાઉની કોંગી સરકારે અમારી સરકારને સૌથી મોટો બોજ એનપીએ તરીકે આપ્યો છે : એનપીએ યુપીએ સરકારનું સૌથી મોટુ કૌભાંડ : મોદીનો દાવો

નવીદિલ્હી,તા. ૧૩ : બેકિંગ સેક્ટરની કટોકટી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અગાઉની યુપીએ સરકાર અને મોટી ઇન્ડસ્ટ્રી ઉપર દોષારોપણ કર્યા હતા. મોદીએ યુપીએ અને ફિક્કી ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાક ઉદ્યોગપતિઓને જંગી લોન આપવામાં આવી રહી હતી. ત્યારે હોબાળો મચાવનાર લોકો ક્યાં હતા તે પ્રશ્ન તમામ લોકો કરી રહ્યા છે. મોદીએ પૂર્વની યુપીએ સરકાર અને ઔદ્યોગિક સંગઠનો ઉપર આજે પ્રહાર કર્યા હતા. ઔદ્યોગિક સંગઠન ફિક્કીના મંચથી ઉદ્યોગપતિઓ અને પૂર્વ સરકારની સાંઠગાંઠ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, જ્યારે સરકારમાં બેઠેલા કેટલાક લોકો દ્વારા બેંકો ઉપર દબાણ લાવીને કેટલાક ખાસ ઉદ્યોગપતિઓને જંગી લોન આપવામાં આવી રહી હતી. તે વખતે ફિક્કી જેવી સંસ્થાઓ શુ કરી રહી હતી. ફિક્કીની ૯૦મી સભાને સંબોધતા મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કહ્યું હતું કે, તે ગાળા દરમિયાન કેટલાક મોટા ઉદ્યોગપતિઓને લાખો કરોડોના લોન આપવામાં આવી હતી. બેંકો ઉપર દબાણ લાવીને પૈસા અપાવવામાં આવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, તેમની પાસે માહિતી નથી કે, અગાઉની સરકારની નીતિઓએ જે રીતે બેંકિંગ સેક્ટરની દુર્દશા કરી છે તેના ઉપર ફિક્કી અથવા તો અન્ય કોઇ સંસ્થાઓએ સર્વે કર્યા છે કે કેમ. હાલમાં એનપીએને લઇને જે હલ્લો મચી રહ્યો છે. તે પહેલાની સરકારમાં બેઠેલા મોટા અર્થશાસ્ત્રીઓ દ્વારા સરકારને આપવામાં આવેલા સૌથી મોટા બોજ તરીકે છે. અગાઉની સરકારમાં રહેલા દિગ્ગજ અર્થશાસ્ત્રીઓના પરિણામ સ્વરુપે વર્તમાન સરકારને જંગી બોજ આપ્યો હતો. બેંકિંગ સિસ્ટમમાં અર્થવ્યવસ્થા અને એનપીએની સમસ્યાને લઇને અગાઉની સરકાર ઉપર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, બેંકિંગ સિસ્ટમની દુર્દશાને દૂર કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. બેંકોના હિતોને ધ્યાનમાં લેવામાં આવશે. ગ્રાહકોના હિતને ધ્યાનમાં લેવામાં આવશે. જો આ કામ થશે તો જ દેશના હિતો પણ સુરક્ષિત થશે. બેંકો ઉપર એનપીએના બોજને કૌભાંડ તરીકે ગણાવીને વડાપ્રધાને કહ્યું હતું કે, આ એનપીએ યુપીએ સરકારના સૌથી મોટા કૌભાંડ તરીકે હતા. કોમનવેલ્થ, ૨જી, કોલસા જેવા કૌભાંડોથી પણ આ મોટા કૌભાંડ તરીકે છે. જે લોકો મૌન રહીને આ તમામ ચીજો જોઇ રહ્યા હતા તેમને જગાવવાના પ્રયાસ કોઇ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીને પરોક્ષરીતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર સીધા પ્રહાર તરીકે જોવામાં આવે છે. યુપીએની અગાની સરકાર ઉપર મોદીએ જોરદારપ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સ્વતંત્રતાના ૭૦ વર્ષ બાદ સ્થિતિ એ છે કે, ગરીબ લોકો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે. વ્યવસ્થામાં રહેલી ખામીઓનો અંત લાવવા માટે સરકાર ખુબ મહેનત કરી રહી છે. અમે એક એવી વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે જે પારદર્શક જ નહીં બલ્કે સંવેદનશીલ રહેશે. લોકોની જરૂરિયાતોને સમજી શકે તેવી વ્યવસ્થા પર કામ થઇ રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારની નીતિઓ દેશના યુવાનોની અપેક્ષા મુજબ ચાલી રહી છે. છેલ્લી સરકારથી નવી સરકારની નીતિઓ બિલકુલ અલગ પ્રકારની છે. પોતાના સંબોધનમાં મોદીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણામુક્ત ભારતની અપેક્ષાને પૂર્ણ કરવા ઇન્ડસ્ટ્રી લીડરો અને રાજકીય પક્ષોને કહ્યું હતું.

(7:55 pm IST)