Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

એન્ટી હિન્દુ એજન્ડા ઉપર આગળ વધવા આક્ષેપ થયો

એનજીટી પર ભાજપ દ્વારા આક્ષેપ કરાયો : અમરનાથ યાત્રા વેળા જ જો મંત્રોચ્ચાર કરવાની મંજુરી નથી તો અમરનાથમાં જવાનો મતલબ શું છે : ભાજપ

નવીદિલ્હી,તા. ૧૩ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ આને લઇને જોરદાર વિવાદ છેડાઈ ગયો છે. ભાજપે આને એન્ટી હિન્દુ એજન્ડા તરીકે ગણાવીને આનો વિરોધ કર્યો છે. બીજી બાજુ આ સમગ્ર મામલા પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. પાર્ટીના દિલ્હી પ્રદેશ પ્રવક્તા તેજેન્દરપાલ બગ્ગાએ કહ્યું છે કે, જે રીતે એનજીટીના નિવેદન હિન્દુઓની સામે આવે છે. અમે તેના વિરોધમાં છીએ. અમરનાથ યાત્રાને લઇને ખુબ જ સંવેદનશીલ છીએ. હવે અમરનાથ યાત્રાને લઇને કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા વેળા જય જયકાર અને મંત્રોચ્ચાર કરી શકાય નહીં. બગ્ગાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, જો અમરનાથ યાત્રા વેળા મંત્રોચ્ચાર કરી શકતા નથી તો યાત્રા કરવાનો હેતુ શું છે. એનજીટી તરફથી એન્ટી હિન્દુ એજન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો છે અને અમરનાથ યાત્રા જઇશું અને મંત્રોચ્ચાર પણ કરીશું. માઇકથી કોઇને તકલીફ છે તો એક જ ધર્મના માઇકથી પરેશાની હોવી જોઇએ નહીં. અમરનાથ યાત્રાને લઇને અન્ય કોઇ પાર્ટીએ પ્રતિક્રિયા હજુ સુધી આપી નથી.

(7:53 pm IST)