Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

આકાશ અંબાણીનું ખોટુ 'વેડિંગ કાર્ડ' વાયરલ થયું, કિંમત દોઢ લાખ!

સોશ્યિલ મિડિયા પર ફેક ન્યુઝ

મુંબઇ તા.૧૩ : કોઈના લગ્નના સમાચાર હોય કે મૃત્યુ કે એકિસડન્ટના, સોશિયલ મીડિયા પર કોઈ પણ ન્યુઝ વાંચો તો તેના પર પહેલીવારમાં ભૂલથી પણ વિશ્વાસ ન કરવો. કારણકે દ્યણી વાર આ બધા સમાચારો પાછળથી ખોટા સાબિત થતા હોય છે. તાજેતરમાં ફેક ન્યુઝનો શિકાર બન્યો છે મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણી.

આકાશ અંબાણીના લગ્નની કંકોત્રીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભારતની સૌથી મોંદ્યી કંકોત્રી છે. એક કાર્ડની કિંમત ૧.૫ લાખ રુપિયા છે. iPhoneનાં શોખીનો તો વિચારતા થઈ ગયા હશે કે એક કાર્ડની કિંમતમાં લેટેસ્ટ iPhone X પણ ખરીદી શકાય.

વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર, આ કાર્ડમાં સોનાની કોતરણી કરવામાં આવી છે. હવે આ વીડિયો ખરેખર સાચો કે નહીં તેની કોઈ જ પ્રકારની પૃષ્ટિ થઈ નથી. અંબાણી પરિવાર તરફથી આ બાબતે કોઈ રિએકશન આવ્યું નથી. વાત ખોટી છે તેનો પણ ખુલાસો નથી થયો અને સાચી છે તેની પણ પૃષ્ટિ નથી થઈ.(૨૩.૧૦)

(3:53 pm IST)