Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

આઇટી વિભાગે દેશભરના બિટકોઇન એકસચેન્જો પર દરોડા

નવી દિલ્હી તા.૧૩ : બિટકોઇન કરન્સીમાં તેજ ગતિએ રોકાણ વધતાં દેશનો આયકરવિભાગ સતર્ક બન્યો છે. તે જોતાં આઈટી વિભાગે દેશમાં બિટકોઇન્સ એકસચેન્જો પર દરોડા અને સર્વે શરુ કર્યાં છે.અધિકારીક સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે આઈટી વિભાગને શંકા છે કે બિટ કોઇનમાં રોકાણ હવે કાળું નાણું સુરક્ષિત રાખવાનો મોટો સ્ત્રોત બનવા લાગ્યું છે. જેને લઇને બિટકોઇન એકસચેન્જો વિશે વધુમાં વધુ જાણકારી મેળવવામાં આવી રહ્યો છે.

આઇટીની બેગ્લૂરુ તપાસ ટીમના નેતૃત્વમાં બુધવારે આયકર વિભાગની કેટલીક ટીમો દેશના ૯ એકસચેન્જના કાર્યાલયોમાં પહોંચી હતી. દેશમાં બિટકોઇન એકસચેન્જ દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, કોચિ, ગુરુગ્રામ સહિત અન્ય જગ્યાઓ પર છે.

બિટકોઇન એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી છે જેને દુનિયાના કોઇપણ ખૂણે કોઇપણ વ્યકિતને પેમેન્ટ આપી શકે છે. અને તેમાં ચૂકવણી માટે કોઇ બેંકનો માધ્યમ બનાવવાની જરુરત પડતી નથી. બે કોમ્પ્યૂટર વચ્ચે બિટકોઇનના માધ્યમથી ટ્રાન્ઝેકશન કરવામાં આવે છે. આ ટ્રાન્ઝેકશન પૂર્ણ કરવા માટે સરકાર, બેંક અથવા કોઇ એજન્સીની જરુરત નથી પડતી અને એકવાર ટ્રાન્ઝેકશન થઇ ગયાં બાદ રદ પણ નથી કરી શકાતું.(૨૩.૧૦)

(3:52 pm IST)