Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સંસદ હુમલાના ૧૬ વર્ષઃ મોદી સહિત સંસદસભ્યોએ આપી શ્રધ્ધાંજલિ

રાજકીય લડાઇ ભૂલી મોદી - રાહુલ સાથેઃ સરકાર - વિપક્ષમાં એકતા જોવા મળી

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાત વિધાનસભામાં એક દિવસ પહેલાં જ એક બીજા પર સતત આકરા પ્રહારો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા રાહુલ ગાંધી બુધવારના રોજ 'એક' હતા. માત્ર મોદી અને રાહુલ જ નહીંપરંતુ સરકાર અને વિપક્ષ, બંનેમાં આજે એકતા જોવા મળી. દુનિયાના સૌથી મોટા લોકતંત્રનું પ્રતીક ગણાતા સંસદ પર આતંકવાદી હુમલાની ૧૬મી વરસી પર શહીદોને સમ્માન આપવા માટે તમામ નેતાઓ એકત્ર થયા તો ડેમોક્રેસ વધુ મજબૂત જોવા મળી.

આજથી ઠીક ૧૬ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ આતંકીઓએ દેશની સંસદ પર નિશાન સાંધ્યું હતું. આ હુમલાની ૧૬મી વરસી પર મોદી અને રાહુલની સાથે જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત સત્તા અને વિપક્ષના કેટલાંય મોટા નેતા ભારતીય જવાનોના શહીદને સમ્માન આપવા માટે એક જોવા મળ્યા હતા.

ગુજરાત ચૂંટણી દરમ્યાન હાલ દેશના બે મોટા પક્ષ ભાજપા અને કોંગ્રેસના નેતા એક બીજા પર પ્રહારો કરી રહ્યાં છે. કેટલીય વખત બોલતા-બોલતા મર્યાદાઓ પાર કરીને એકબીજા પર તૂટી પડતા હતા. આ બધાંની વચ્ચે લોકતંત્રના મંદિર પર દેખાયેલ એકજૂથ ચર્ચાનો વિષય બન્યો છે. આ એકતાએ ફરી એકવખત જોયું કે દેશની સંસદ પર હુમલાને ભૂલયું નથી અને આવી ક્ષણોમાં ત્યારે પણ એક હતા, આજે પણ એક છે અને કાલે પણ એક રહેશે.

૨૦૦૧માં સંસદ પર થયેલ આતંકી હુમલાઓમાં દિલ્હી પોલીસના ૫ જવાન, સીઆરપીએફના એક મહિલા અધિકારી, સંસદના બે સુરક્ષાકર્મી અને એક માળી શહીદ થયા હતા. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સંસદમાં વિસ્ફોટ કરીને સાંસદોને બંધક બનાવાનું ષડયંત્ર રચ્યું હતું. દેશના બહાદુર જવાનોએ પોતાના જીવના જોખમે આતંકીઓના નાપાક મંસૂબોને સફળ થવા દીધા નહોતા.

(3:39 pm IST)