Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કોલસા કૌભાંડઃ મધુકોડા દોષિત ઠર્યાઃ કાલે સજાનું એલાન

દિલ્હીની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ગુનાહિત કાવતરૂ રચવાના મામલે આપ્યો ચૂકાદો

નવી દિલ્હી તા. ૧૩ : દેશભરમાં ચકચાર જગાવનારા અને સરકારી ઉથલપાથલ મચાવનારા કોલસા કૌભાંડમાં દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને ગુનાહિત કાવતરૂ રચવાના આરોપસર દોષિત ઠેરવ્યા છે. કોડાને આવતી કાલે ગુરૂવારે સજા સંભળાવવામાં આવશે. કોડા ઉપરાંત ભૂતપૂર્વ કોલચા સચિવ એચ વી ગુપ્તા, ભૂતપૂર્વ સચિવ અશોક કુમાર સહિત અન્ય એક ગુનેગારને ષડયંત્રની કલમ ૧૨૦ગ્ અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્યાં છે.

મધુ કોડાને આ અગાઉ પણ ચૂંટણી પંચ તરફથી જોરદાર ફટકો પડી ચુકયો છે. ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચનો યોગ્ય હિસાબ ન આપવાના કેસમાં કોડા વિરૂદ્ઘ કાર્યવાહી કરતા ૩ વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મધુ કોડા વર્ષ ૨૦૦૬માં ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતાં. કોડાના રાજનૈતિક સફરની શરૂઆત ઓલ ઈન્ડિયા ઝારરખંડ સ્ટૂડેંટ યૂનિયનના એક કાર્યકર્તાના રૂપમાં કરી હતી.

બાબૂલાલ મરાંડી સરકારમાં કોડાને પંચાયતી રાજ મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. ૨૦૦૫ના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મધુકોડાની ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા અને જીત્યા. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા મુંડાએ ભાજપની આગેવાની હેઠળની અર્જુન મુંડા સરકારને સમર્થન આપ્યું હતું.

સપ્ટેમ્બર ૨૦૦૬માં કોડા અને અન્ય ૩ અપક્ષના ધારાસભ્યોને મુંડા સરકારમાંથી પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું હતું. અપુરતા સંખ્યાબળના કારણે ભાજપની સરકાર પડી ગઈ હતી અને કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએએ કોડાને મુખ્યમંત્રી તરીકે સ્વિકારીને પોતાની સરકાર બનાવી હતી.

(3:21 pm IST)