Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

યુપીઃ વિધવા પેન્શનના નામે કૌભાંડઃ ૧ લાખ આધાર બનાવટી

સોફટવેરથી ગેરરીતિઓ આચરવામાં આવી : યોગી સરકારે ડીપીઓને તપાસ સોંપી

લખનૌ તા. ૧૩ : ઉત્તર પ્રદેશમાં વિધવા પેંસનના નામે ચાલી રહેલા મસમોટા કૌભાંડનો ખુલાસો થયો છે. વિધવા પેન્શનમાં એક લાખથી પણ વધારે લાભાર્થીઓના આધાર નંબર જ ખોટા જણાયા હતાં. તે ઉપરાંત ૧૫ હજાર પેન્શનધારીઓના બેંક ખાતામાં પણ મોટા પાયે ગોબાચારી આચરી હોવાનું સામે આવ્યું છે. કૌભાંડ બહાર આવતા પ્રદેશની યોગી સરકારે તેની તપાસ ડીપીઓને સોંપી દીધી છે.

ઉત્ત્।ર પ્રદેશ સરકાર વિધવાઓને પેન્શન આપવાની એક સ્કીમ ચાલવે છે, જેને અંતર્ગત ૧૭.૫ લાખ મહિલાઓને મદદ પહોંચાડવામાં આવે છે. વર્તમાનમાં જ સરકારે તમામ પેન્શનધારીઓના ખાતા આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો હતો. જેના પરખાસ સોફટવેરથી નજર રાખવામાં આવતી હતી. સોફટવેરમાં લાખો લોકોએ આચરેલી ગેરરીતિઓ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે જે ૫૦૦ રૂપિયાનું પેન્શન વિધવા પેંસન તરીકે આપવામાં આવતુ હતું, તે જ ખાતામાં મોટી સંખ્યામાં અન્ય વિધવાઓને પણ પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો હતો.

આ તપાસ પેન્શન માટે જમા કરવામાં આવેલા બિલોને આધારે કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે અનેક પેંશન લાભાર્થીઓના આધાર નંબર જ ખોટા હતાં. જયારે કેટલા લાભાર્થીઓ તો જીવિત જ ન હતાં.

કૌભાંડ સામે આવતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડીપીઓને તપાસ સોંપી દીધી છે. ડીપીઓ જીલ્લા સ્તરે દરેક લાભાર્થીઓની તપાસ કરી પોતાનો અહેવાલ સોંપશે, ત્યાર બાદ જ વિધવા પેન્શન રિલીઝ કરવામાં આવશે. ત્યાં સુધી તમામ શંંકાસ્પદ ખાતાધારકોને બ્લોક કરી દેવામાં આવ્યા છે અને યાદી સરકારને મોકલી આપવામાં આવી છે. આ તમામ ખાતાઓની ખરાઈ કરાયા બાદ જ તેમને પેંસન યોજનાનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે તમામ લાભાર્થીઓને મહિલા કલ્યાણ વિભાગ દર મહિને ૫૦૦ રૂપિયાનું પેન્શન આપે છે. ત્રણ મહિને એક સાથે રકમ ચુકવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ગોબાચારી લાભાર્થીઓએ દ્વારાસ નહીં પરંતુ સરકારના અધિકારીઓની મિલીભગત દ્વારા જ આચરવામાં આવી રહી છે. તમામને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(3:20 pm IST)