Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પાકિસ્તાનના કટાસરાજ મંદિરમાંથી ભગવાન શ્રી રામની મૂર્તિ થઇ ગાયબ

સુપ્રિમ કોર્ટે વ્યકત કરી ચિંતા

ઇસ્લામાબાદ તા. ૧૩ : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પંજાબ પ્રાંતના ઐતિહાસિક કટસરાજ મંદિરમાં ભગવાન રામ અને હનુમાનની મૂર્તિઓ ના હોવા પર નારાજગી વ્યકત કરી છે. મંદિર પરિસરમાં પવિત્ર સરોવર સૂકાવા પર સુનવણી કરતાં સમયે મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસાર એ પ્રશ્ન કર્યો, શું અધિકારીઓ પાસે છે મૂર્તિઓ કે તેને હટાવી દેવામાં આવી છે.

ન્યાયમૂર્તિ નિસાર એ મીડિયામાં આવેલા આ સમાચારોના આધાર પર એ મુદ્દાને ઉઠાવ્યો કે કટકાસરાજ સરોવર સૂકાઈ રહ્યું છે. કારણ કે નજીકમાં આવેલી સિમેન્ટની ફેકટરીઓ બોરવેલ દ્વારા મોટી માત્રામાં પાણી ખેંચી રહી છે તેના લીધે જમીનની અંદર જળસપાટી ઓછી થઇ રહી છે.

ડોન સમાચારના મત સુનવણી દરમ્યાન ન્યાયમૂર્તિ નિસારની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની બેન્ચે ક્ષેત્રમાં સિમેન્ટ ફેકટરીઓને વિધ્વંસકારી ગણાવ્યું અને મંદિરની બાજુમાં આવેલ ફેકટરીઓના નામ બતાવાનું કહ્યું. પંજાબ સરકારના વકીલે કોર્ટને કહ્યું કે મંદિરની બાજુમાં બેસ્ટ વે સિમેન્ટ ફેકટરી ચકવાલ અને ડીજી ખાન સિમેન્ટ સહિત કેટલીય બીજી ફેકટરીઓ છે.

મંગળવારના રોજ કોર્ટે કહ્યું કે આ કેસમાં જે લોકો શંકાસ્પદ છે તેની અત્યાર સુધીમાં ધરપકડ કેમ કરાઇ નથી. તેના પર વકફ બોર્ડના વકીલ એ જવાબ આપ્યો કે શંકાસ્પદ લોકો પાકિસ્તાનમાંથી ફરાર છે.

આપને જણાવી દઇએ કે કટાસરાજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં આવેલ હિન્દુઓનું પ્રસિદ્ઘ મંદિર છે. માન્યતા છે કે ભગવાન શિવની પત્ની સતીના મોત પર શિવ રડતા કટાસરાજ મંદિર પરિસરમાં આંસુનું તળાવ બની ગયું હતું.

(12:28 pm IST)