Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

દાદીના રસ્તે રાહુલઃ ધારણ કરી રૂદ્રાક્ષની માળા?

જગન્નાથ મંદિરમાં જ રાહુલને પૂજા કર્યા બાદ આ માળા મળી હોવાની શકયતા વ્યકત થઇ રહી છે

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાત ચૂંટણી દરમિયાન ઘણા મંદિરોની મુલાકાત લઈને કોંગ્રેસે સોફટ હિન્દુત્વની રાહ પકડી હોવાના સંકેત આપી ચુકેલા રાહુલ ગાંધીએ કદાચ હવે રુદ્રાક્ષની માળા ધારણ કરી લીધી છે. મંગળવારે જગન્નાથ મંદિરના દર્શન કરીને પરત ફરેલા રાહુલ ગાંધી જયારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તેમના ગળામાં રૂદ્રાક્ષ જેવી એક માળા દેખાઈ રહી હતી. રાહુલના ગળામાં કદાચ પહેલીવાર આ પ્રકારની માળા જોવામાં આવી છે. જણાવી દઈએ કે, તેમના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી પણ રુદ્રાક્ષની માળા પહેરવાનું પસંદ કરતા હતા.

ભગવાન શિવમાં આસ્થા ધરાવતા લોકો રુદ્રાક્ષની માળા ધારણ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારો પરિવાર શિવભકત છે. ઈંદિરા ગાંધી પણ ભગવાન શિવમાં આસ્થા ધરાવતા હતા અને રુદ્રાક્ષની માળા પહેરતા હતા. જગન્નાથ મંદિરમાં જ રાહુલને પૂજા કર્યા બાદ આ માળા મળી હોવાની શકયતા વ્યકત થઈ રહી છે. મંદિરમાં પૂજા કર્યા બાદ રાહુલ પૂજારી દિલીપ દાસના રૂમમાં ગયા હતા, જયાં મીડિયાની હાજરી નહોતી.

ગુજરાત ઈલેકશન દરમિયાન મંદિરોની યાત્રા પર ભાજપના નિશાના પર આવેલા રાહુલ ગાંધીની આ માળાએ એક નવી ચર્ચા અને કૂતુહલને જન્મ આપ્યો છે. રાહુલ પ્રચાર દરમિયાન અનેક મંદિરોના દર્શન કરી ચૂકયા છે. આના પર ભાજપનું કહેવું છે કે, રાહુલ હિન્દુ વોટર્સને લોભાવવા માટે આવું કરી રહ્યાં છે. આ દરમિયાન ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટોટનામાં પ્રચાર દરમિયાન કહ્યું કે, 'ગુજરાત ઈલેકશનમાં બે બાબતો બની છે. પહેલી એ કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ બોલતા શીખી ગયા અને બીજું રાહુલ ગાંધી મંદિરોના દર્શન કરવા લાગ્યા.

(12:28 pm IST)